— હિરેન પટેલ

જીવનોપયોગી સંદેશો

જીવનોપયોગી  સંદેશો 

૧.ક્ષણિક નિષ્ફળતાને પૂર્ણ નિષ્ફળતા ના માની લેવી. વ્યક્તિ જીવનમાં અનેકવાર નિષ્ફળ બનવા છતાં પણ પૂર્ણ નિષ્ફળતાથી બહુ દૂર હોય છે.

૨. નિષ્ફળતાનું જોખમ લીધા વિના કોઇ મોટી વસ્તુ આજ સુધી ક્યારેય કોઇને મળી નથી અને મળશે પણ નહીં. એટલા માટે અસફળ થવા છતાં ગભરાશો નહીં.

૩.નિષ્ફળતાની તુલનાએ હંમેશાં સફળતાની સાથે જીવવું અધિક કિઠન છે. જીવનમાં નિષ્ફળતાઓ આવવી એ સ્વાભાવિક છે પછી ગભરાવું શું?

૪. જો તમે તમારી નિષ્ફળતાનું પરીક્ષણ કરશો તો તેમાંથી તમને કેટલાંક એવાં બીજ મળશે જે તમારી નિષ્ફળતાને સફળતામાં બદલી દેશે.

પ. નિષ્ફળતા તમારા માટે વરદાન છે કે અભિશાપ એ તો દરેકનો પોતપોતાનો દ્રષ્ટિકોણ છે. બુદ્ધિશાળી લોકો આને વરદાન સમજીને આગળ વધે છે.

૬. નિષ્ફળતા એ અવસર છે, જે આપણને શીખવે છે કે આગળ ઉપર કાર્ય કેવી યોગ્ય રીતે કરવું છે. ભૂલ ક્યાં થઇ અને તેને કેવી રીતે દૂર કરી શકીએ.

૭. હે ઇશ્વર, સદા મારી સાથે રહેજો. મારાથી કોઇ ભૂલ થતી હોય તો તમે જરૂર સુધારી લેજો. હું જીતી જાઉં તો મને આશીર્વાદ આપજો. મને નુકસાન થાય તો માર્ગ બતાવજો.

૮.બુદ્ધિમત્તાનો અર્થ એવો નથી કે ભૂલો થશે જ નહીં, પરંતુ એ છે કે ભૂલોને જલદી સુધારી લેશો. સૌથી બુદ્ધિમાન ભૂલ નહીં કરે.

 

૧. સંસારમાં પ્રકાશ ફેલાવાની બે રીત છે. એક, દીપક બનવું અને બીજું, દર્પણ બનવું. જેવું તમારું કિસ્મત હોય. પ્રકાશ ફેલાઓ અંધકાર નહીં.

૨. પ્રત્યેક સમસ્યા એક મોટું તાળું છે. નાની-નાની ચાવીઓની જેમ તે સમસ્યાનું સમાધાન પણ છે. ચાવીઓની ખોજ કરો જીવન આસાન બની જશે.

૩. કલા આપણને ઉચ્ચ પદે લઇ જશે, પરંતુ ઉત્તમ ચારિત્ર જ આપણને તે ઉચ્ચ પદ પર ટકાવી રાખશે. કૃપા કરીને તમારું ચારિત્ર ઉત્તમ બનાવો.

૪. હજારો માઇલની લાંબી મુસાફરી કેવળ એક કદમથી શરૂ થાય છે. તમારી જીવનયાત્રાને શરૂ કરવા માટે કમસે કમ એક કદમ તો ભરો.

૫. જો તમે પુરુષાર્થી છો તો બધું સરળ છે. જો તમે આળસુ છો તો બધું જ કિઠન છે, તેથી કૃપા કરી આળસુ ન બનતા પુરુષાર્થી બનો.

૬. દરેકની વાત સાંભળો, બધા પાસેથી કંઇક શીખો, કારણ કે કોઇ પણ એક વ્યક્તિ બધું નથી જાણતો, પરંતુ હરેક વ્યક્તિ કંઇક ને કંઇક તો જરૂર જાણે છે.

૭. સારું હૃદય અને સારો સ્વભાવ બંને જરૂરી છે. સારા હૃદયથી કેટલાય સંબંધો બને છે અને સારા સ્વભાવથી તે સંબંધો જીવનભર ટકે છે.

૮. એક સાચો મિત્ર એવું વચન તો નહીં આપે કે હું તમારી બધી જ સમસ્યાને હલ કરી દઇશ, પરંતુ સમસ્યા આવે ત્યારે તમને એકલો નહીં છોડી દે.

૯. દુનિયા સફળતા પાછળ કેમ દોડે છે? કારણ કે દુનિયા પોતાનામાં ગુણ જુએ છે. સફળતા મારી પાછળ દોડે છે કારણ કે હું પોતે મારામાં દોષ જોઉં છું.

૧૦. સિદ્ધિઓ એમના માટે બની છે, જેમને માત્ર ઊંચે જવું છે. આસમાન પર જેમની નજર હોય તેમણે તો રસ્તો ખુદ જ બનાવવાનો હોય છે.

 

(૧) જો તમે કંઇક જાણકારી પ્રાપ્ત કરવા ઇચ્છતા હો તો દિમાગમાંથી થોડો કચરો નિકાળી દો.

(૨) તમારાં સ્વપ્નોને સાકાર કરવા માટે તમારા વિચારોને બદલો અને એવું વિચારો ‘હું આનાથી પણ કંઇક સારું કરી શકું છું.’

(૩) જો તમે ઇચ્છતા હો કે લોકો તમારા પર વિશ્વાસ કરે, તો પહેલાં તમે તેમને એ વિશ્વાસ સંપાદન કરાવો કે તમે તેમના પર વિશ્વાસ કરો છો.

(૪) માનવતા એક પવિત્ર નદી છે, તેમાં અવશ્ય વિશ્વાસ કરવો જોઇએ. જો નદીનું થોડું પાણી ગંદું હોય તો આખી નદી ગંદી નથી હોતી.

(પ) જે શીખવાનું છોડી દે છે, તે વૃદ્ધ થઇ ગયો છે. ભલે તે ૨૦નો હોય કે ૮૦નો. શીખતાં રહેવાની પ્રવૃત્તિ તમને યુવાન બનાવી રાખશે.

(૬) મારા જીવનમાં બહુ જ સમસ્યાઓ છે, પરંતુ મારા હોઠ કેવળ હસવાનું જ જાણે છે. તમે જરૂર હસતા રહેશો જો ઇશ્વર પાસે શક્તિ માંગશો તો.

(૭) જે પરિસ્થિતિઓને તમે પસંદ નથી કરતા, તેમાં તમે કેવો વ્યવહાર કરો છો તેનાથી તમારી યોગ્યતાની કસોટી થઇ જશે કે તમે તેમાં ક્યાં છો?

(૮) બે મુખ્ય કારણોથી જીવનમાં નિષ્ફળતા મળે છે. (અ) જ્યાં આપણે વિચાર્યા વગર કાર્ય કરીએ છીએ (બ) જ્યારે આપણે માત્ર વિચારતા જ રહીએ છીએ, પણ કાર્ય નથી કરતા.

(૯) સફળતા અને આંતરિક શાંતિનું રહસ્ય, ઇશ્વરમાં રુચિ હોય અને સંસારથી વૈરાગ્ય હોય તો આનંદ જ આનંદ છે. પરીક્ષા કરી જોઇ લેજો.

(૧૦) નિષ્ફળતાથી ગભરાશો નહીં, તે આપણા જીવનના પુસ્તકનું અંતિમ પાનું નથી. આ તો એક અસ્થાયી સ્થિતિ છે, જો આપણે મહેનત કરવાનું છોડી ન દઇએ તો.

 

૧.જે જાણે છે ‘કેવું કરવું છે’ તે સદા વ્યસ્ત રહેશે. જે જાણે છે ‘કેમ કરવું છે’ તે સદા સ્વયં રાજા રહેશે, સ્વયંને રાજા બનાવજો.

૨. કોઇપણ બહારનો શત્રુ તમને હાનિ નહીં પહોંચાડી શકે, જ્યાં સુધી તમારું મગજ તમારા નિયંત્રણમાં હશે. ઇશ્વર આરાધનાથી તેને નિયંત્રિત રાખો.

૩. સેવા કોઇ વેપાર નથી, કે તેને ત્યાં કરી શકાય જ્યાં કંઇ પાછું મળવાની આશા હોય. આ તો એક સુંદર ભાવના છે, જે શુદ્ધ હૃદયથી કરી શકાય છે.

૪. ઘણી વસ્તુઓ મોંઘી હોય છે જે આપણે ઇચ્છીએ છીએ, પરંતુ હકીકતમાં સંતુષ્ટિ આપનારી વસ્તુઓ બિલકુલ ફ્રી છે, સેવા, મધુરવાણી, દયા, પ્રસન્નતા.

પ. આપણને આજે એ આવશ્યકતા લાગે છે કે સફળતાની ઊંચાઇઓને આંબીએ જેને પહેલાં પણ રામ, શ્રીકૃષ્ણ, દયાનંદ જેવા લોકો આંબી શક્યા.

૬. સફળતાની મુખ્ય સાધના એ છે કે આપણે જાણીએ કે લોકોની સાથે વ્યવહાર કેમ કરવો. સફળતા નિશ્વિત છે.

૭. જેમણે સફળતા મેળવી છે, તે અચાનક વિમાનમાં ઊડીને નથી મેળવી બલકે તેઓ સવારે વહેલા ઊઠીને પરિશ્રમ કરે છે, જ્યારે આખી દુનિયા ઊંઘે છે.

૮. જીવન એમના માટે સુખદાયક નથી જે સામે મીઠું બોલીને તમને ખુશ કરે છે બલકે તેમના માટે છે જે તમારી પીઠ પાછળ પ્રામાણિક રહે છે.

૯. જિંદગી તો પોતાના જ દમ પર જીતી શકાય છે, બીજાના ખભા પર તો જનાનો જ ઊઠતો હોય છે. જયહિંદ-શહીદ ભગતસિંહ.

૧૦. સૌથી કીમતી શિક્ષા તો એ છે જે તમે જાણો છો, શું કરવું છે અને ક્યારે કરવું છે, પછી તે કરવાનું તમને પસંદ હોય કે ના હોય.

 

૧. હંમેશાં આ ચાર પર વિશ્વાસ રાખજો. માતા, પિતા, સાચા ગુરુ અને ઇશ્વર. એ ક્યારેય દગો નહીં આપે. જે એમની વાત નહીં માને તેઓ જરૂર દુ:ખી થશે.

૨. બીજાના ગુણ જુઓ. જો તમે દરેક વ્યક્તિમાં દોષ જોશો તો કોઇની સાથે રહી નહીં શકો. જેની સાથે રહો છો તેના ગુણ જોવા, દોષ નહીં.

૩. જેને તમે પ્રેમ કરો છો તેને દુ:ખ ન દેશો, દુ:ખ દેવામાં તો થોડીક ક્ષણ લાગશે, પરંતુ તેનો પ્રેમ પાછો મેળવવામાં કેટલાંય વર્ષો લાગી જશે.

૪. ભૂતકાળની દુ:ખદાયક વાતો યાદ કરવાથી દુ:ખ વધશે. તેને યાદ ન કરો. ભૂતકાળની સારી ઘટનાઓને યાદ કરી, તેમાંથી પ્રેરણા લઇ ઉત્સાહી બનો.

૫. જે વસ્તુઓ તમારી પાસે છે તેનું મૂલ્ય સમજીને તેનો લાભ લો. જે ચીજ પ્રાપ્ય નથી તેનો મોહ ન કરશો. જેથી તમે દુ:ખી નહીં થાવ.

૬. પૈસાથી તમે ઘણું-બધું ખરીદી શકશો, પરંતુ મનની પ્રસન્નતા નહીં. તે તો શુભ કર્મ અને ઇશ્વર ભક્તિથી જ મળે છે. પ્રભુભક્તિ કરો.

૭. બીજાનો વિશ્વાસ સંપન્ન કરવામાં કેટલાંય વર્ષ લાગી જાય છે, પરંતુ વિશ્વાસભંગ કરવામાં થોડોક જ સમય લાગે છે. વિશ્વાસ જીતવો, તોડવો નહીં.

૮. આપ જે ધન કમાઓ તેમાં એટલું ધ્યાન જરૂર રાખજો કે તે અનીતિ, વગર મહેનતનું, રશિવત કે ચોરીનું ન હોવું જોઇએ. તો જ સુખ મળશે.

૯. દર વર્ષે ગરમીમાં હજારો પક્ષીઓ તરસથી મરી જાય છે. પક્ષીઓ પર દયા રાખીને મહેરબાની કરીને તમારા ઘરની છત પર પાણી ભરેલું વાસણ મૂકો.

૧૦. જો તમે બીજાના રસ્તામાંથી ખીલી, કાંટા, પથ્થર વગેરે સાફ કરી દેશો તો તમારો રસ્તો આપોઆપ સાફ થઇ જશે. બીજાઓનો માર્ગ સાફ કરો.

 

૧. ઘણા લોકો સમજતા હોય છે કે આપણને કોઇની જરૂર નથી. જરૂરતના સમયે જ્યારે કોઇ નથી મળતું ત્યારે સમજણ પડે છે કે આપણે ખોટું સમજતા હતા.

૨. જે તમને પ્રેમ કરે છે અને તમારું ધ્યાન રાખે છે, તેમના સંપર્કમાં અવશ્ય રહો, કારણ કે તમારા થોડા શબ્દો પણ તેમના માટે બહુ જ કામના બની શકે છે.

૩. ઉચ્ચ સફળતા તે લોકોને મળે છે જે પોતાના પર વિશ્વાસ કરતા હોય છે કે અમારી અંદર પરિસ્થિતિઓથી કંઇક અધિક તાકાત છે.

૪. સાચા ગુરુજીની પ્રાપ્તિ બહુ મોટું સૌભાગ્ય છે, પરંતુ જીવન સફળ તો ત્યારે જ થશો, જ્યારે ગુરુજીના નિર્દેશોનું પાલન કરવામાં આવે.

પ. કોઇપણ વ્યક્તિની વર્તમાન સ્થિતિ જોઇને તેમને હંમેશાં માટે એવા ન માની લો, કહેવાય છે કે સમય આવ્યે કોલસો પણ હીરો બની જાય છે.

૬. પુરુષાર્થીઓના જીવનમાં ક્યારેય કમી નથી રહેતી, જો ક્યારેક કંઇક કમી આવી પણ જાય તો તેઓ ફરી હિંમત કરીને કંઇક અધિક મેળવી લે છે.

૭. ઉત્તમ વિચાર એમ જ નથી આવી જતા, તેના માટે ગંભીર ચિંતન જોઇએ. જેમ બાળકોનું ઘડતર એમ જ નથી થઇ શકતું, તેના માટે અથાગ પરિશ્રમ કરવો પડે.

૮. કરેલાં કર્મો ક્યારેય નિષ્ફળ નથી જતાં અને હંમેશાં તરત ફળ પણ નથી મળતું. એટલા માટે અજ્ઞાની લોકો પાપ કરવાથી નથી ડરતા. પાપ કરવાથી ડરો.

૯.સુવર્ણ હોય તો શું થયું તપવું તો પડશે. હાર બનાવવો હોય તો ગળાવું પડશે. જિંદગી તો હર પળ પરીક્ષા લેશે, જે ન આપે તેને અહીં ટિપાવું પડશે.

૧૦. એક મિનિટ આપણા જીવનને નથી બદલી શકતી, પરંતુ એક મિનિટમાં લેવાયેલો નિર્ણય આપણા જીવનને બદલી શકે છે. ખૂબ વિચારીને જ નિર્ણય લો.

 

૧.જે વ્યક્તિ તમારા દુ:ખમાં સાથ ન આપે, તેને તમારા સુખમાં ભાગ લેવાનો કોઇ અધિકાર નથી.

 

૨.મિત્ર અને ઔષધિઓ બંને આપણી સહાયતા કરે છે, પરંતુ ઔષધિઓની એક્સપાયરી ડેઇટ હોય છે જ્યારે મિત્રની એક્સપાયરી ડેઇટ નથી હોતી.

 

૩.મનુષ્યનું જીવન વિચારોથી જ ચાલે છે. જો વિચાર સારા હોય તો જીવન સારું બનશે. જો વિચાર ખરાબ તો જીવન ખરાબ બની જશે.

 

૪.ઉન્નતિની પરખ કરવાની સાચી રીત છે તુલના. આ તુલના બીજાની સાથે ન કરવી, બલકે તમારા ગઇકાલના દિવસ સાથે આજના દિવસની કરવી.

 

૫.જ્યારે તમે દુ:ખી થાવ છો ત્યારે બીજાઓથી પ્રેમ ઇચ્છો છો. જ્યારે બીજા દુ:ખી થાય છે ત્યારે શું તમે બીજાઓને તમારો પ્રેમ આપો છો ? છે ને આશ્ચર્ય !

 

૬.ભગવાને તમને બધી વસ્તુઓ નથી આપી, પરંતુ જરૂરી વસ્તુઓ તો બધી જ આપી છે. એટલા માટે ભગવાનનો આભાર જરૂર માનજો.

 

૭.જ્યારે આપણે નાની-નાની ચીજો પર ધ્યાન આપીએ છીએ, ત્યારે મહાન ઉન્નતિ થાય છે, પરંતુ મહાન ઉન્નતિ કોઇ નાની ચીજ નથી. એટલા માટે ધ્યાન આપો.

 

૮.જ્યારે કોઇ આપણા દિલમાં પ્રવેશ કરે છે, તો દિલ હળવું લાગે છે અને જ્યારે કોઇ આપણા દિલને છોડી દે છે તો એ ભારે થઇ જાય છે.

 

૯.એક નાની યાત્રા પણ તમારા માટે કિઠન બનશે જ્યારે તમે યાત્રામાં એકલા હશો. એક લાંબી યાત્રા પણ તમારા માટે આસાન બનશે જ્યારે કોઇ સાથી તમારી સાથે હશે.

 

૧૦.તમારી સમસ્યા બાબતે બીજાઓને ફરિયાદ ન કરશો, મોટાભાગની સમસ્યા તમે જાતે જ ઊભી કરી હોય છે. આત્મ નિરીક્ષણથી તેને દૂર કરો.

 

૧. હંમેશાં આ ચાર પર વિશ્વાસ રાખજો. માતા, પિતા, સાચા ગુરુ અને ઇશ્વર. એ ક્યારેય દગો નહીં આપે. જે એમની વાત નહીં માને તેઓ જરૂર દુ:ખી થશે.

૨. બીજાના ગુણ જુઓ. જો તમે દરેક વ્યક્તિમાં દોષ જોશો તો કોઇની સાથે રહી નહીં શકો. જેની સાથે રહો છો તેના ગુણ જોવા, દોષ નહીં.

૩. જેને તમે પ્રેમ કરો છો તેને દુ:ખ ન દેશો, દુ:ખ દેવામાં તો થોડીક ક્ષણ લાગશે, પરંતુ તેનો પ્રેમ પાછો મેળવવામાં કેટલાંય વર્ષો લાગી જશે.

૪. ભૂતકાળની દુ:ખદાયક વાતો યાદ કરવાથી દુ:ખ વધશે. તેને યાદ ન કરો. ભૂતકાળની સારી ઘટનાઓને
યાદ કરી, તેમાંથી પ્રેરણા લઇ ઉત્સાહી બનો.

૫. જે વસ્તુઓ તમારી પાસે છે તેનું મૂલ્ય સમજીને તેનો લાભ લો. જે ચીજ પ્રાપ્ય નથી તેનો મોહ ન કરશો. જેથી તમે દુ:ખી નહીં થાવ.

૬. પૈસાથી તમે ઘણું-બધું ખરીદી શકશો, પરંતુ મનની પ્રસન્નતા નહીં. તે તો શુભ કર્મ અને ઇશ્વર ભક્તિથી જ મળે છે. પ્રભુભક્તિ કરો.

૭. બીજાનો વિશ્વાસ સંપન્ન કરવામાં કેટલાંય વર્ષ લાગી જાય છે, પરંતુ વિશ્વાસભંગ કરવામાં થોડોક જ સમય લાગે છે. વિશ્વાસ જીતવો, તોડવો નહીં.

૮. આપ જે ધન કમાઓ તેમાં એટલું ધ્યાન જરૂર રાખજો કે તે અનીતિ, વગર મહેનતનું, રશિવત કે ચોરીનું ન હોવું જોઇએ. તો જ સુખ મળશે.

૯. દર વર્ષે ગરમીમાં હજારો પક્ષીઓ તરસથી મરી જાય છે. પક્ષીઓ પર દયા રાખીને મહેરબાની કરીને તમારા ઘરની છત પર પાણી ભરેલું વાસણ મૂકો.

૧૦. જો તમે બીજાના રસ્તામાંથી ખીલી, કાંટા, પથ્થર વગેરે સાફ કરી દેશો તો તમારો રસ્તો આપોઆપ સાફ થઇ જશે. બીજાઓનો માર્ગ સાફ કરો.

 

૧. સફળતાનાં ચાર સૂત્રો. એક, ધ્યાનથી સાંભળવું. બીજું, ખૂબ જ સમજીને વિચાર કરવો. ત્રીજું, યોગ્ય નિર્ણય લેવો. ચોથું, તેને આચરણમાં મૂકવો. સફળતા તમારાં કદમ ચૂમશે.

૨. મુશ્કેલીઓથી ગભરાશો નહીં, બલકે ભગવાનનો આભાર માનજો. કારણ કે એ સમયે જ તમે પરિશ્રમ કરીને વિકાસ કરી શકશો.

૩. જો કોઈના પ્રત્યે તમને દ્વેષ હોય તો તે સારો હોવો છતાં પણ તમને સારો નહીં દેખાય. કૃપયા તમારી દ્રષ્ટિને શુદ્ધ રાખો અને કોઈના પ્રત્યે તમને રાગ હોય તો તે ખરાબ હોવા છતાં પણ તમને ખરાબ નહીં દેખાય. એથી તમારી દ્રષ્ટિને નિષ્પક્ષ બનાવો.

૪. જીવન કોઈ સમસ્યા નથી કે તેને ઉકેલી શકીએ, બલકે જીવન તો એક સચ્ચાઈ છે, જેનો આનંદથી અનુભવ કરવો જોઈએ.

૫. ઈશ્વરનો પ્રેમ એમને મળે છે, જે બીજાં મનુષ્યો અને પ્રાણીઓ સાથે પ્રેમ, દયા, પરોપકાર, સેવા અને કલ્યાણરૂપી વ્યવહાર કરે છે.

૬. જો લોકો એકબીજાનાં સંબંધોની વાતો ન કરે પરંતુ એકબીજા સાથે વાતો કરે તો સંસારની અનેક સમસ્યાનો ઉકેલ આવી શકે.

૭. સફળતાનું સૂત્ર, નાનામાં નાનું કામ પણ પૂરી શ્રદ્ધા, બુદ્ધિ અને લગનથી કરવું. ઈશ્વરની કૃપાથી સફળતા અવશ્ય મળશે જ.

૮. વિજય એ માત્ર અંતે જ નથી થતો, તે તો પ્રત્યેક ડગલે થાય છે. પૂરા મનોયોગથી તમારો પુરુષાર્થ ચાલુ રાખો. વિજય નિશ્વિત છે.

૯. તમે એકલાં નહીં જીતી શકો. કોઈ સાથીની જરૂર પડશે જ. બધા જ દુ:ખ દેવાવાળા છે. જે દુ:ખ ઓછું અને સુખ અધિક દે, તેને સાથી બનાઓ.

 

૧. મનુષ્ય બોલવાનું તો ૩ વર્ષની ઉંમરથી શીખે છે, પરંતુ ક્યારે, ક્યાં અને કેવું બોલવું જોઇએ, એ શીખવામાં જીવન આખું વીતી જાય છે.

૨. બધી જ અનુકૂળતાઓ હોવા છતાં આત્મવિશ્વાસ નથી વધતો. પડકારોનો સામનો કરવાથી જ આત્મવિશ્વાસ વધે છે. પડકારો માટે તૈયાર રહેજો.

૩.જો તમે તમારા કાર્યનો આનંદ ઉઠાવશો તો કાર્યમાં સફળતા અચૂક મળશે. જો તમારા કાર્યને મુસીબત સમજશો તો સફળતામાં સંશય છે.

૪.પ્રત્યેક નવો વિચાર ત્યાં સુધી પરીક્ષા કોટિમાં છે, જ્યાં સુધી આપણે તેનું પરીક્ષણ ના કરી લઇએ અને તેના લાભદાયક થવાનો વિશ્વાસ ના થઇ શકે.

પ. પોતાની ખોટી પ્રશંસા કરવી એ સભ્યતા નથી, કોઇને પ્રેરિત કરવા માટે પ્રસંગને અનુસાર પોતાની પ્રશંસા કરવી તેમાં કોઇ દોષ નથી.

૬. વિમાન પૃથ્વી પર સદા સુરક્ષિત છે, પરંતુ તે તેના માટે નથી બનાવાયું અથૉત્ કેટલાક મૂલ્યવાન જોખમો ઉઠાઓ અને જીવનને સફળ બનાવો.

૭. જે લોકો તમારી ઘૃણા કરે છે પરંતુ તમારી સામે મીઠું બોલે છે, એવા દંભીઓ સાથે રહેવા કરતાં તો એકલા રહેવું સારું છે.

૮. જો તમે મૂલ્યવાન વસ્તુનો ત્યાગ કરો છો તો તમે તે ગુમાવતા નથી, બલકે કોઇ બીજાને તેનો લાભ લેવાનો મોકો આપો છો.

૯. જ્યારે સમય આપણી પ્રતીક્ષા નથી કરતો તો આપણે સમયની પ્રતીક્ષા કેમ કરીએ? સારું કાર્ય કરવા માટે કોઇપણ સમય ખરાબ નથી.

૧૦.ખોટાને બદલે યોગ્યને પસંદ કરો, પ્રસિદ્ધિને બદલે સત્યને પસંદ કરો, એવું કરવાથી આપણું જીવન શુદ્ધ, પવિત્ર અને મહાન બને છે.

 

(૧) જીવન એમના માટે મૂલ્યવાન નથી જે બીજાનાં સુખમાં ભાગીદાર બને. બલકે એમના માટે છે જે બીજાનાં દુ:ખમાં તેમને સાથ આપે છે.

(૨) તમારા ચારિત્રયની ખરી કસોટી ત્યારે થાય છે, જ્યારે એમના માટે તમે શું કરો છો, જે તમારા માટે કંઇ પણ કરી શકતા નથી.

(૩) જીવનના બે રસ્તા છે. એક, પરિસ્થિતિ પ્રમાણે ચાલો અને ખુશ રહો. બીજો, પરિસ્થિતિને બદલવાની જવાબદારી લો. ફરિયાદ ન કરો.

(૪) દુરાભિમાની વ્યક્તિઓની એક વિશેષતા કે તેઓ બીજાઓની પ્રશંસા ક્યારેય નથી કરતા. નમ્ર વ્યક્તિઓની એક ખૂબી એ છે તેઓ બીજાઓની નિંદા ક્યારેય નથી કરતા.

(૫) જે લોકો એ કહે છે કે ‘આ કામ ક્યારેય સંભવ નથી’ ક્યાં તો તેઓ આળસુ છે અથવા તેમના કામમાં કોઇએ હકીકતમાં અડચણ ઊભી કરી છે.

(૬) જો તમે જીવનમાં કંઇક વિશેષ પરિવર્તન લાવવા ઇચ્છતા હો, તો કંઇક વિશેષ કરો. કંઇ નહીં તો બીજાઓને સુખ આપવાનો અભ્યાસ કરો.

(૭) તમારી જાતને માત્ર એક જ સવાલ પૂછો, તમે સફળતા પ્રાપ્ત કરવા માટે કેટલો ત્યાગ અને તપ કરવા તૈયાર છો? જો હા, તો સફળતા નિશ્વિત.

(૮) પડકારો જીવનને રુચિકર બનાવે છે, અને તેના પર વિજય જીવનને અર્થપૂર્ણ બનાવે છે. જીવનના કિઠન નિર્ણય બુિદ્ધપૂર્વક લેવા.

(૯) જે વ્યક્તિ બહાનાં બનાવીને પીછેહઠ નથી કરતો, મુશ્કેલીઓથી પૂરો સંઘર્ષ કરે છે, સફળતા તેના કદમ ચૂમે છે.

(૧૦) વૃદ્ધાવસ્થામાં જ્ઞાનને કારણે સન્માન મળે છે, પરંતુ જો વૃદ્ધ વ્યક્તિમાં જ્ઞાન ન હોય તો તે વૃદ્ધાવસ્થા કેવળ વાળ જ સફેદ કરે છે.

 

૧.કોઇપણ ઉંમરની વ્યક્તિ જો શીખવાનું છોડી દે તો તે બુઢ્ઢો બની જાય છે. યુવાન બની રહેવા કોઇ પણ ઉંમરે શીખવા તૈયાર રહો.

૨. જેવું વિચારીને કામ કરવાથી જે ભૂલ થાય છે તેવું જ વિચારવાથી ભૂલ ક્યારેય દૂર નહીં થાય. ભૂલોમાંથી બહાર નીકળવા માટે અલગ ઢંગથી વિચારો.

૩.સફળતા બાદ અભિમાન અને નિષ્ફળતા બાદ ઉદાસી એ સ્વાભાવિક છે, પરંતુ બધું જ ઇશ્વરની ઇચ્છાએ થાય છે તેવું માનવાથી બંનેથી બચી શકાય છે.

૪.જીવનમાં સફળતાની કોઇ સીમા નથી. પ્રાપ્ત સફળતાની આગળ પણ ઘણી સફળતાઓ છે. આને આખરી ન માનતા આગળ વધો.

પ. વિચારોથી ઉદ્દેશ્ય, ઉદ્દેશ્યથી કર્મ, કર્મથી આદત, આદતથી ચરિત્ર બને છે. ચરિત્ર જ આપણા ભવિષ્યના નિર્માતા છે. માટે ચરિત્રવાન બનો.

૬. જીવન ન તો તમને બનાવે છે ન તો બગાડે છે. તમારું ચિંતન જ બનાવવા કે બગાડવાનું મુખ્ય કારણ છે. તેથી તમારા ચિંતનને સુધારો અને દુનિયાને જીતી લો.

૭. દોડ હજી સમાપ્ત નથી થઇ, હજી હું જીતી નથી શક્યો. જ્યારે હું જીતી જઇશ ત્યારે જ દોડ સમાપ્ત થશે. ત્યાં સુધી લાગેલા રહો જ્યાં સુધી જીતી ન લો.

૮. તમારાં સ્વપ્નોમાં કોઇને રુચિ નથી. તમારા સાથીઓ ત્યાં સુધી તમારાં સ્વપ્નાની મજાક ઉડાવશે જ્યાં સુધી તમે તેને સચ્ચાઇમાં બદલી નહીં શકો.

૯. તમે તમારી બધી ચિંતાઓ અને સમસ્યાઓને તમારા ખીસામાં રાખો, પરંતુ એટલું સુનિશ્વિત કરી લેજો કે તમારા ખીસામાં એક બહુ મોટું કાણું છે.

૧૦.તમારાં શબ્દો અને કર્મોની પવિત્રતા પર પૂરતું ધ્યાન આપજો, તમારું જીવન બહુ જ પવિત્ર અને ભવિષ્ય બહુ જ ઉજ્જવળ થશે. સદા સુખી રહો.

 

૧.તમે દુનિયામાં સૌથી અલગ છો. કોઇપણ ૧૦૦ ટકા તમારા જેવું નહીં હોય, એટલે બીજાની પ્રગતિને ન રોકો અને તમારી પ્રગતિ પર વિશેષ ધ્યાન આપો.

૨.તાકાત સંસારમાં બધું કરી શકે છે, પરંતુ તે કોઇના મનમાં પ્રેમ અને શ્રદ્ધાનું એક ટીપું પણ ઉત્પન્ન નથી કરી શકતું. આચરણવાળા બનો.

૩.મહત્વપૂર્ણ નિર્ણય તરત જ લેવાથી સફળતા નથી મળતી બલકે મહત્વપૂર્ણ નિર્ણય પર શીઘ્રક્રિયા = આચરણ કરવાથી સફળતા મળે છે.

૪.ખુશી એ વાતથી નથી મળતી કે તમે ક્યારેય ગુસ્સો, ખિન્નતા, ચીડિયાપણું વગેરે નથી કરતા, બલકે તમે આમાંથી કેટલા જલદી બહાર આવી શકો છો.

૫.સારા વિચારો અપનાવો અને તમારી દુનિયા બદલી લો. ખરાબ વિચારો દૂધમાં પડેલી માખીની જેમ ફેંકી દો, સારા વિચારોને અપનાવી લો.

૬.સફળતા પ્રાપ્ત કરવા માટે એ ન જુઓ કે તમે ક્યારેક પડ્યા હતા, બલકે એ જુઓ કે ક્યાં લપસ્યા હતા.
સંકલ્પ કરો કે હવે નહીં લપસીએ.

૭.ઉત્તમ નિર્ણય અનુભવોથી થાય છે અને અનુભવો થાય છે ખોટા નિર્ણયોથી. જો તમારો નિર્ણય ખોટો પણ હોય તો ગભરાશો નહીં, તેનાથી શીખ લેશો.

૮.પડકારો કાર્યક્ષમતાને વધારવાનો અવસર છે, પડકારોથી ગભરાશો નહીં અને આ અવસરોનો લાભ લઇને તમારી ક્ષમતાને વધારજો.

Comments on: "જીવનોપયોગી સંદેશો" (7)

  1. ખુબ જ સુંદર વિચારો નો ખુબ જ સુંદર સંગ્રહ.આવો સંગ્રહ મેં બીજે કશે વાંચ્યો નથી.ખાસ કરી ને બધા વિચારો બીજે કશે જ વાંચ્યા નથી.આભાર અહી પ્રગટ કરવા માટે.

  2. S.A.Padhiyar said:

    ખરે ખર ખુબજ સરસ વિચારો રજુ કર્યા છે..આભાર

  3. Manish charpot said:

    મનને ઉજાગર કરનારા વિચાર

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: