શ્રી ગણેશ ચાલીસા – સુંદરદાસ
॥ શ્રી ગણેશાય નમઃ ॥
જય જય જય વંદન ભુવન, નંદન ગૌરી ગણેશ ।
દુઃખ દ્વંદ્વન ફંદન હરન, સુંદર સુવન મહેશા ॥
ભાવાર્થ – હે પાર્વતીમાતાને આનંદ આપનાર, સુખ-દુઃખ, જીવન-મરણ વગેરે દ્વંદ્વોંને ખંડ-ખંડ કરનાર અને હરનાર, મહેશજી (શિવજી) ના સુંદર લાડલા, જગત વંદનીય ! આપની જય હો, જય હો, જય હો.
જયતિ શંભુ-સુત ગૌરી-નંદન । વિઘ્ન હરન નાસન ભવ-ફંદન ॥
જય ગણનાયક જનસુખ દાયક । વિશ્વ-વિનાયક બુદ્ધિ-વિધાયક ॥
ભાવાર્થ – હે શંભુ-પુત્ર અને માતા ગૌરીને હર્ષિત કરનાર ગણેશ ! આપની જય હો. આપ વિધ્નો ને હરનાર અને સાંસારિક બંધનોને નષ્ટ કરનાર છો. હે ગણનાયક ! આપ ભક્તોને સુખ આપનાર, વિશ્વના ગુરુ અને આચાર્ય તથા બુદ્ધિને વ્યવસ્થિત કરનાર છો. આપની જય હો.
એક રદન ગજ બદન વિરાજત । વક્રતુંડ શુચિ શુંડ સુસાજત ॥
તિલક ત્રિપુણ્ડ ભાલ શશિ સોહત । છબિ સશિ સુર નર મુનિ મન મોહત ॥
ભાવાર્થ – હે ગણેશ (ગક્રતુંડ) ! આપના ગજમુખમાં એક દાંત અર્ત્યંત શોભાયમાન છે અને આપની પવિત્ર સૂંઢ પણ સુસજ્જિત છે. આપના મસ્તક પર ત્રણ રેખાઓનું અર્ધચંદ્રાકાર તિલક ચંદ્રમાની જેમ શોભા આપે છે. આપના સૌદર્યને જોઈને દેવતાઓ, મનુષ્યો અને મુનિઓના મન મુગ્ધ થઈ જાય છે.
ઉર મણિ-માલ સરોરુહ લોચન । રત્ન મુકુટ સિર સોચ વિમોચન ॥
કર કુઠાર શુચિ સુભગ ત્રિશૂલમ્ । મોદક ભોગ સુગંધિત ફૂલમ્ ॥
ભાવાર્થ – આપના વક્ષ પર મણિયોંની માળા છે, નેત્ર ખીલેલાં કમળની સમાન છે અને શીર્ષ પર રત્નોંનું મુકટ છે. આપ આપના ભક્તોને ચિંતારહિત કરી દો છે. આપના હાથોમાં એક પવિત્ર કુઠાર અને ત્રિશૂલ છે. આપને લાડવાનો ભોગ અને સુગંધિત કૂલ પ્રિય છે.
સુંદર પીતામ્બર તન સાજિત । ચરણ પાદુકા મુનિ મન રાજિત ॥
ઘનિ શિવ-સુવન ભુવન સુખ દાતા । ગૌરી-લલન ષડાનન ભ્રાતા ॥
ભાવાર્થ -સુંદર પીળા રેશમી વસ્ત્રથી આપનું શરીર સજાવ્યું છે. હે જગતને સુખ આપનાર શિવ-પુત્ર, ગૌરી-લાલ અને છ મુખોવાળા કાર્તિકેયના ભાઈ ! આપ ધન્ય છો.
ઋદ્ધિ-સિદ્ધિ તવ ચંવર સિઢારહિં । મૂષક઼ વાહન સોહિત દ્વારહિં ॥
તવ મહિમા કો વર્ણે પારા । જન્મ ચરિત્ર વિચિત્ર તુમ્હારા ॥
ભાવાર્થ – ઋદ્ધિ-સિદ્ધિ આપની સેવામાં ચંવર ઝૂલવે છે અને આપનું વાહન મૂષક દરવાજા પર સુશોભિત રહે છે. કારણે કે આપનું જીવન-ચરિત્ર અદભુત છે, તેથી કોણ આપની મહિમાનું વર્ણન કરી શકે છે?
એક અસુર શિવરૂપ બનાવૈ । ગૌરીહિં છલન હેતુ તહં આવૈ ॥
યહ કારણ તે શ્રી શિવ-પ્યારી । નિજ તન-મૈલ મૂર્તિ રચિ ડારી ॥
ભાવાર્થ – ગૌરીમાતા (પાર્વતીમાતા) સાથે છળ નિમિત્ત એક અસુર શિવજીનું રૂપ ધારણ કરી ત્યાં આવ્યો હતો. આ કારણે ગૌરીમાતાએ એમના શરીરના મેલથી એક મૂર્તિની રચના કરી નાખી.
સો નિજ સુત કરિ ગૃહ રખવારે । દ્વારપાલ સમ તેહિં બૈઠારે ।
જબહિં સ્વયં શ્રી શિવ તહં આએ । બિનુ પહિચાન જાન નહિં પાએ ॥
ભાવાર્થ – તેમણે આપને ઘરની રક્ષા માટે દ્વારપાલની સમાન ત્યાં બેસાડી દીધાં. જ્યારે ત્યાં શિવજી પધાર્યા ત્યારે આપ તેમને ઓળખી નહીં શક્યા અને અંદર નહીં જવા દીધા. કારણ કે એમની પાસે કોઈ ઓળખ ચિન્હ નથી હતું, તેથી આપે તેમને અંદર જવા નહીં દીધા.
પૂછ્યો શિવ હો કુનકે લાલા । બોલત ભે તુમ વચન રસાલા ॥
મૈં હૂં ગૌરી-સુત સુનિ લીજૈ । આગે પગ ન ભવન હિત દીજૈ ॥
ભાવાર્થ – શિવજીએ પૂછ્યું, આપ કોના પુત્ર છો? તો આપે મધુર સ્વરમાં કહ્યું કે આપ સાંભળી લો કે હું ગૌરી પુત્ર છું. કૃપયા ઘરની તરફ આપના પગ ન વધારશો.
આવહિં માતુ બૂઝિ તબ જાઓ । બાલક સે જનિ બાત બઢ઼ાઓ ॥
ચલન ચાહ્યો શિવ બચન ન માન્યો । તબ હ્વૈ ક્રુદ્ધ યુદ્ધ તુમ ઠાન્યો ॥
ભાવાર્થ – હું માતાને પૂછીને આવું છું, ત્યારે આપ જઈ શકો છો. મારી સાથે વાતો ના વધારો. પ્રતિરોધ ઉપરાંત શિવજીએ વાત ન માની અને આગળ વધવાનો પ્રયત્ન કર્યો. એમન એવા કાર્યથી આપે શીવજી સાથે યુદ્ધ નિશ્ચિત કરી દીધું.
તત્ક્ષણ નહિ કછુ શંભુ બિચાર્યો । ગહિ ત્રિશૂલ ભૂલ વશ માર્યો ॥
શિરીષ ફૂલ સમ સિર કટિ ગયઉ । છટ ઉડ઼િ લોપ ગગન મહં ભયઉ ॥
ભાવાર્થ – એ સમય શીવજીએ કશું પણ વિચાર ન કરી તત્કાલ ત્રિશૂલ પકડ્યું અને ભૂલથી આપના ઉપર પ્રહાર કર્યો. શિરીષ-પુષ્પની સમાન આપનું કોમળ માથું કપાઈ ગયું અને તુરંત આકાશમાં ઊડીને વિલીન થઈ ગયું.
ગયો શંભુ જબ ભવન મંઝારી । જહં બૈઠી ગિરિરાજ કુમારી ॥
પૂછે શિવ નિજ મન મુસકાયે । કહહુ સતી સુત કહં તે જાયે ॥
ભાવાર્થ – જ્યારે શિવજી ભવનમાં અંદર ગયા જ્યા પર્વતરાજ હિમાલયની કન્યા પાર્વતીજી બેઠા હતા, ત્યારે મનમાં એન મનમાં હંસીને શિવજીએ પૂછ્યું ‘હે સતી ! કહો, તમે આપના પુત્રને કઈ રીતે જન્મ આપ્યો?’
ખુલિગે ભેદ કથા સિનિ સારી । ગિરી વિકલ ગિરિરાજ દુલારી ॥
કિયો ન ભલ સ્વામી અબ જાઓ । લાઓ શીષ જહાં સે પાઓ ॥
ભાવાર્થ – સંપૂર્ણ કથા સાંભળીને જ ભેદ ખૂલી ગયો. ગિરિરાજ હિમાલયની સુપુત્રી ગૌરીમાતા વ્યાકુળ થઈને ધરતી પર પડી ગયા અને કહ્યું ‘હે સ્વામી ! આપે આ સારું ન કર્યું. આપ હવે જાઓ અને જ્યાંથી મળે ત્યાંથી, મારા પુત્રનું મસ્તક લઈ આવો.’
ચલ્યો વિષ્ણુ સંગ શિવ વિજ્ઞાની । મિલ્યો ન સો હસ્તીહિં સિર આની ॥
ધડ઼ ઊપર સ્થિત કર દીન્હ્યોં । પ્રાણ-વાયુ સંચાલન કીન્હ્યોં ॥
ભાવાર્થ – જ્ઞાન-વિજ્ઞાનમાં નિપુણ શિવજી વિષ્ણુજી સાથે ચાલ્યા પરંતુ તેમને ગણેશનું મસ્તક નહીં મળ્યું. ત્યારે તેઓ એક હાથીનું મસ્તક લઈ આવ્યા. તે મસ્તકને તેમણે ગણેશજીના ધડ ઉપર સ્થિત કરી એમાં પ્રાણવાયુનો સંચાર કર્યો.
શ્રી ગણેશ નામ ધરાયો । વિદ્યા બુદ્ધિ અમર વર પાયો ॥
ભે પ્રભુ પ્રથમ પૂજ્ય સુખદાયક । વિઘ્ન વિનાશક બુદ્ધિ વિધાયક ॥
ભાવાર્થ – શિવજીએ આપનું નામ શ્રીગણેશ રાખ્યું. આ રીતે આપે વિદ્યા-બુદ્ધિ સાથે અમરત્વનું વરદાન મેળવ્યું. હે પ્રભુ ! પૂજા-વિધિમાં આપે સર્વપ્રથમ સ્થાન મેળવ્યું અને સુખ દેનાર, વિઘ્નોના નાશ કરનાર તથા બુદ્ધિના વિધાયક બની ગયાં.
પ્રથમહિં નામ લેત તવ જોઈ । જગ કહં સલક કાજ સિદ્ધ હોઈ ॥
સુમિરહિં તુમહિં મિલહિં સુખ નાના । બિનુ તવ કૃપા ન કહું કલ્યાણા ॥
ભાવાર્થ – જ્યારે પણ કોઈ કાર્ય આરંભથી પહેલા આપનું નામ લે છે, સંસારમાં એના બધા કાર્ય સિદ્ધ થઈ જાય છે. આપના સ્મરણ માત્રથી નાના (દરેક પ્રકારના) સુખ ઉપલબ્ધ થઈ જાય છે. આપની કૃપા વગર ક્યાંય કલ્યાણ નથી.
તુમ્હારહિં શ્રાપ ભયો જગ અંકિત । ભાદવં ચૌથી ચંદ્ર અકલંકિત ॥
જબહિં પરીક્ષા શિવ તુહીં લીન્હા । પ્રદક્ષિણા પૃથ્વી કહિ દીન્હા ॥
ભાવાર્થ – આપના અભિશાપે સંપૂર્ણ જગતને ચંદ્રમા પર અંકિત કરી દીધો. તેજ નિષ્કલંક ચંદ્રમા ભાદરવામાં શુક્લ પક્ષની ચતુર્થીનો ચંદ્ર બની ગયો, જેને કોઈ જોવા નથી ઇચ્છતું. જ્યારે શિવજીએ આપની પરીક્ષા લેવાની ઇચ્છા કરી, ત્યારે તેમણે આપને પ્રદક્ષિણા કરવા માટે કહ્યું.
ષડ્મુખ ચલ્યો મયૂર ઉડ઼ાઈ । બૈઠિ રચે તુમ સહજ ઉપાઈ ॥
રામ નામ મહિ પર લિખિ અંકા । કીન્હ પ્રદક્ષિણા તજિ મન શંકા ॥
ભાવાર્થ – આપના ભાઈ ષડ્મુખ (છ મુખ વાળા) કાર્તિકેય મયૂર (મોર) પર બેસીને પ્રદક્ષિણા કરવા ચાલ્યા (ગયા). આપે પરિક્રમા માટે બેસીને એક સરળ ઉપાય રચી નાખ્યો. આપે પૃથ્વી પર ‘રામ’ નામ લખ્યું અને મનની શંકાઓનો ત્યાફ કરી નાખ્યો.
શ્રી પિતુ-માતુ ચરણ ધરિ લીન્હ્યો । તા કહં સાત પ્રદક્ષિણા કીન્હ્યો ॥
પૃથ્વી પરિક્રમા ફલ પાયો । અસ લખિ સુરન સુમન વર્ષાયો ॥
ભાવાર્થ – આપે ભક્તિપૂર્વક માતા અને પિતાના ચરણ પકડ્યા અને એમની સાત પરિક્રમા કરી નાખી. આ રીતે સમસ્ત પૃથ્વીની પરિક્રમા કરવાનું ફળ મેળવ્યું. એમ જોઈને દેવગણોએ આપના ઉપર ફૂલોની વર્ષા કરી.
‘સુંદરદાસ‘ રામ કે ચેરા । દુર્વાસા આશ્રમ ધરિ ડેરા ॥
વિરચ્ચો શ્રીગણેશ ચાલીસા । શિવ પુરાણ વર્ણિત યોગીશા ॥
ભાવાર્થ – રામભક્ત સુંદરદાસે ઋષિ દુર્વાસાના આશ્રમમાં રહી શ્રીગણેશ ચાલીસાની તેવી જ રીતે રચના કરી, જેવી રીતે શિવપુરાણની મહાન ઋષિઓએ કરી હતી.
નિત્ય ગજાનન જો ગુણ ગાવત । ગૃહ વસિ સુમતિ પરમ સુખ પાવત ॥
જન-ધન-ધાન્ય સુવન સુખદાયક । દેહિં સકલ શુભ શ્રી ગણનાયક ॥
ભાવાર્થ – જે કોઈ પણ શ્રીગણેશના ગુણોનું નિત્ય ગાન કરે છે, તે બુદ્ધિમાન વ્યક્તિ ગૃહસ્થાશ્રમમાં પણ પરમસુખનો અધિકારી બની જાય છે. જે ધન-ધાન્ય, પુત્રાદિ (પુત્ર વગેરે) આપનાર છે, તે શ્રીગણેશજી એમના ભક્તોને બધી શુભ વસ્તુઓ પ્રદાન કરે છે.
દોહા
શ્રી ગણેશ યહ ચાલીસા, પાઠ કરૈ ધરિ ધ્યાન ।
નિત નવ મંગલ મોદ લહિ, મિલૈ જગત સમ્માન ॥
દ્વૈ સહસ્ર દસ વિક્રમી, ભાદ્ર કૃષ્ણ તિથિ ગંગ ।
પૂરન ચાલીસા ભયો, સુંદર ભક્તિ અભંગ ॥
ભાવાર્થ – જે કોઈ ધ્યાનપૂર્વક આ શ્રીગણેશ ચાલીસાનો પાઠ કરે છે, તે નિત્ય નવીન માંગલિક વસ્તુઓ અને સુખની સાથે જગતનું સમ્માન મેળવે છે. વિક્રમ સંવતના બે હજાર દસમા વષના ભાદરવાના કૃષ્ણ ત્રીજના દિવસે આ ચાલીસા પૂર્ણ થઈ અને કવિ સુંદરદાસની ભક્તિ અભંગ રહી, તેમને અતૂટ ભક્તિનો આનંદ મળ્યો.
*********************************************************
અથ શ્રી હનુમાન ચાલીસા
॥ દોહા ॥
શ્રી ગુરૂ ચરન સરોજ રજ, નિજ મન મુકુરૂ સુધારિ |
બરનઉં રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ ॥
ભાવાર્થ – શ્રી મહારાજના ચરણ કમળોની ધૂળથી મારા મનરૂપી દર્પણને પવિત્ર કરી મેં શ્રી રઘુવીરના નિર્મલ યશનું વર્ણન કરું છું, જે ચારો ફળ (ધર્મ, અર્થ, કામ, અને મોક્ષ) આપનાર છે.
બુદ્ધિહીન તનુ જાનકે, સુમિરૌં પવન કુમાર |
બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિં, હરહુ કલેશ વિકાર ॥
ભાવાર્થ – હે પવનપુત્ર, મેં આપનું સ્મરણ કરું છું. આપ તો જાણો જ છો કે મારું શરીર અને બુદ્ધિ નિર્બળ છે. મને શારીરિક બળ, સદબુદ્ધિ, તથા જ્ઞાન આપો અને મારા દુઃખો તથા દોષોનું હરણ કરો.
॥ ચૌપાઈ ॥
જય હનુમાન જ્ઞાન ગુન સાગર | જય કપીસ તિહું લોક ઉજાગર ॥
ભાવાર્થ – હે કેસરીનન્દન, આપની જય હો ! આપના જ્ઞાન અને ગુણની કોઈ સીમા નથી. હે કપીશ્વર ! આપની જય હો ! ત્રણેય લોકો (સ્વર્ગ-લોક, ભૂ-લોક, અને પાતાળ-લોક) માં આપની કીર્તિ ઉજાગર છે.
રામદૂત અતુલિત બલ ધામા | અંજનિ પુત્ર પવન સુત નામા ॥
ભાવાર્થ – હે પવનસુત, અંજનીનન્દન ! શ્રી રામદૂત ! આ સંસારમાં આપની સમાન બીજું કોઇ પણ બળવાન નથી.
મહાવીર વિક્રમ બજરંગી | કુમતિ નિવાર સુમતિ કે સંગી ॥
ભાવાર્થ – હે બજરંગબલી ! આપ મહાવીર અને વિશિષ્ટ પરાક્રમી છો. આપ દુર્બુદ્ધિને દૂર કરનાર છો અને સુબુદ્ધિના સહાયક છો.
કંચન બરન વિરાજ સુવેસા | કાનન કુણ્ડલ કુંચિત કેસા ॥
ભાવાર્થ – આપનો રંગ કંચન જેવો છે. સુન્દર વસ્ત્રોંથી તથા કાનોમાં કુણ્ડળ અને ધુંધરાળા વાળોથી આપ સુશોભિત છો.
હાથ બજ્ર ઔર ધ્વજા બિરાજૈ | કાંધે મૂંજ જનેઊ સાજૈ ॥
ભાવાર્થ – આપના હાથમાં વજ્ર અને ધ્વજા છે તથા આપના કાન્ધા પર મૂંજની જનોઈ શોભાયમાન છે.
શંકર સુવન કેસરી નન્દન | તેજ પ્રતાપ મહા જગ બન્દન ॥
ભાવાર્થ – હે શંકર ભગવાનના અંશ ! કેસરીનન્દન ! આપના પરાક્રમ અને મહાન યશની આખા સંસારમાં વન્દના થાય છે.
વિદ્યાવાન ગુની અતિ ચાતુર | રામ કાજ કરિબે કો આતુર ॥
ભાવાર્થ – આપ અત્યંત ચતુર, વિદ્યાવાન, અને ગુણવાન છો. આપ સદા ભગવાન શ્રીરામના કાર્યો કરવા માટે આતુર રહો છો.
પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા | રામ લખન સીતા મન બસિયા ॥
ભાવાર્થ – આપ શ્રીરામના ગુણગાન સાંભળવામાં આનન્દ રસનો અનુભવ કરો છો. માતા સીતા અને લક્ષ્મણ સહિત ભગવાન શ્રીરામ આપના મન અને હ્રદયમાં વસે છે.
સૂક્ષ્મ રૂપ ધરિ સિયહિં દિખાવા | વિકટ રૂપ ધરિ લંક જરાવા ॥
ભાવાર્થ – આપે અતિ સૂક્ષ્મ રૂપ ધારણ કરી માતા સીતાને બતાવ્યું તથા વિરાટ રૂપ ધારણ કરી રાવણની લંકાને સળગાવી નાખી.
ભીમ રૂપ ધરિ અસુર સંહારે | રામચન્દ્ર જી કે કાજ સંવારે ॥
ભાવાર્થ – આપે ભીમ (અથવા ભયંકર) રૂપ ધારણ કરી રાક્ષસોંનો સંહાર કર્યો અને ભગવાન શ્રી રામના ઉદ્દેશ્યને સફળ બનાવવામાં સહયોગ આપ્યો.
લાય સંજીવન લખન જિયાયે | શ્રી રઘુબીર હરષિ ઉર લાયે ॥
ભાવાર્થ – આપે સંજીવની બુટ્ટી લાવી લક્ષ્મણજી ને પ્રાણ દાન આપ્યું અને શ્રીરામે હર્ષિત થઇને આપને હ્રદયથી લગાવી દીધા.
રઘુપતિ કીન્હીં બહુત બડ઼ાઈ | તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાઈ ॥
ભાવાર્થ – હે અંજનીનન્દન ! શ્રીરામે આપની ખુબજ પ્રશંસા કરી અને કહ્યું કે હનુમાન મને ભાઇ ભરત સમાન પ્રિય છે.
સહસ બદન તુમ્કારિ યસ ગાવૈં | અસ કહિ શ્રીપતિ કઠં લગાવૈં ॥
ભાવાર્થ – “હજારો મુખોથી આપનું યશોગાન હો” એવું કહીને શ્રીરામચન્દ્રજીએ આપને તેમના હ્રદયથી લગાવી દીધા.
સનકાદિક બ્રહ્માદિ મુનિસા | નારદ સારદ સહિત અહીસા ॥
ભાવાર્થ – શ્રીસનતકુમાર, શ્રીસનાતન, શ્રીસનક, શ્રીસનન્દન આદિ મુનિ, બ્રહ્મા આદિ દેવતા, શેષનાગજી બધા આપનું ગુણગાન કરે છે.
જમ કુબેર દિક્પાલ જહાં તે | કવિ કોવિદ કહિ સકે કહાં તે ॥
ભાવાર્થ – યમ, કુબેર આદિ તથા બધી દિશાઓના રક્ષક, કવિ, વિદ્વાન કોઇ પણ આપના યશનું સંપૂર્ણ વર્ણન કરવામાં સક્ષમ નથી.
તુમ ઉપકાર સુગ્રીવહિં કીન્હા | રામ મિલાય રાજ પદ દીન્હા ॥
ભાવાર્થ – આપે વાનરરાજ સુગ્રીવની શ્રીરામચન્દ્રજી સાથે મુલાકાત કરાવી તેમના પર ઉપકાર કર્યો. એમને રાજા બનાવી દીધા.
તુમ્હરો મંત્ર વિભીષણ માના | લંકેશ્વર ભયે સબ જગ જાના ॥
ભાવાર્થ – આપના પરામર્શનું વિભીષણજીએ અનુકરણ કર્યું, જેના ફલસ્વરૂપે તેઓ લંકાના રાજા બન્યા, આ વાત આખું સંસાર જાણે છે.
જુગ સહસ્ત્ર યોજન પર ભાનૂ | લીલ્યો તાહિ મધુર ફલ જાનૂ ॥
ભાવાર્થ – જે સૂર્ય હજારો યોજન દૂર છે, જ્યા સુધી પહોંચવામાં હજારો યુગ લાગે છે, એ સૂર્યને આપ મીઠુ ફળ જાણીને ગળી ગયા.
પ્રભુ મુદ્રિયા મેલિ મુખ માહીં | જલધિ લાંઘિ ગયે અચરજ નાહીં ॥
ભાવાર્થ – આપે ભગવાન શ્રીરામ દ્વારા આપેલ વીંટી (અંગૂઠી, મુદ્રિકા) મુખમાં રાખી સમુદ્ર પાર કર્યો. આપના માટે આમ સમુદ્ર ઓળંગવું કોઇ આશ્ચર્યની વાત નથી.
દુર્ગમ કાજ જગત કે જેતે | સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ॥
ભાવાર્થ – સંસારના કઠિન-થી-કઠિન કામ આપની કૃપાથી સહજતાથી પૂરા થઇ જાય છે.
રામ દુઆરે તુમ રખવારે | હોત ન આજ્ઞા બિનુ પૈસારે ॥
ભાવાર્થ – આપ શ્રીરામચન્દ્રજીના મહેલના દ્વારપાલ છો, આપની આજ્ઞા વિના જેમા કોઇ પ્રવેશ નથી કરી શકતું.
સબ સુખ લહૈ તુમ્હારી સરના | તુમ રક્ષક કાહૂ કો ડરના ॥
ભાવાર્થ – આપની શરણમાં આવનાર વ્યક્તિને બધા સુખ પ્રાપ્ત થઇ જાય છે અને કોઇ પ્રકારનો ભય નથી રહેતો.
આપન તેજ સમ્હારો આપૈ | તીનહુ લોક હાંક તે કાંપૈ ॥
ભાવાર્થ – આપના વેગને કેવળ આપ જ સહન કરી શકો છો. આપની સિંહ ગર્જનાથી ત્રણેય લોકોના પ્રાણી કાંપી ઊઠે છે.
ભૂત પિશાચ નિકટ નહીં આવૈ | મહાવીર જબ નામ સુનાવૈ ॥
ભાવાર્થ – હે અંજનિપૂત્ર ! જે આપના “મહાવીર” નામનું જપ કરે છે, ભૂત-પિશાચ જેવી દુષ્ટ આત્માઓ એનાથી દૂર રહે છે.
નાસૈ રોગ હરૈ સબ પીરા | જપત નિરંતર હનુમત વીરા ॥
ભાવાર્થ – હે વીર હનુમાનજી ! આપના નામનું નિરંતર જપ કરવાથી બધા રોગ નષ્ટ થઇ જાય છે અને બધા કષ્ટ પણ દૂર થઇ જાય છે.
સંકટ તે હનુમાન છુડ઼ાવૈ | મન-ક્રમ-બચન ધ્યાન જો લાવૈ ॥
ભાવાર્થ – જે મન-પ્રેમ-વચનથી પોતાનું ધ્યાન આપનામાં લગાવે છે, તેમને બધા દુઃખોથી આપ મુક્ત કરી દો છો.
સબ પર રામ તપસ્વી રાજા | તિનકે કાજ સકલ તુમ સાજા ॥
ભાવાર્થ – રાજા શ્રીરામચન્દ્રજી સર્વશ્રેષ્ઠ તપસ્વી છે, તેમના બધા કાર્યોને આપે પૂર્ણ કર્યા છે.
ઔર મનોરથ જો કોઈ લાવૈ | સોઇ અમિત જીવન ફલ પાવૈ ॥
ભાવાર્થ – આપની કૃપાના પાત્ર જીવ કોઇપણ અભિલાષા કરે, એને તુરંત ફળ મળે છે. જીવ જે ફળ પ્રાપ્તિની કલ્પના પણ નથી કરી શકતો, એ ફળ એને આપની કૃપાથી મળી જાય છે. અર્થાત્ એની બધી મંગળકામનાઓ પૂર્ણ થઇ જાય છે.
ચારોં હુગ પરતાપ તુમ્હારા | હૈ પરસિદ્ધ જગત ઉજિયારા ॥
ભાવાર્થ – આપનો યશ ચારો યુગો (સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, તથા કલિયુગ) માં વિદ્યમાન છે. સમ્પૂર્ણ સંસારમાં આપની કીર્તિ પ્રકાશમાન છે. આખું સંસાર આપનું ઉપાસક છે.
સાધુ સંત કે તુમ રખવારે | અસુર નિકન્દન રામ દુલારે ॥
ભાવાર્થ – હે રામચન્દ્રજીના દુલારા હનુમાનજી ! આપ સાધુ-સંતો તથા સજ્જનો અર્થાત્ ધર્મની રક્ષા કરો છો તથા દુષ્ટોનો સર્વનાશ કરો છો.
સષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા | અસ વર દીન જાનકી માતા ॥
ભાવાર્થ – હે કેસરીનન્દન ! માતા જાનકીએ આપને એવું વરદાન આપ્યું છે, જેના કારણે આપ કોઇપણ ભક્તને “આઠ સિદ્ધિ” અને “નવ નિધિ” પ્રદાન કરી શકો છો.
આઠ સિદ્ધિઓ — અણિમા – સાધક અદ્ર્શ્ય રહે છે અને કઠિન-થી-કઠિન પદાર્થમાં પ્રવેશ કરી શકે છો. મહિમા – યોગી પોતાને વિરાટ બનાવી લે છે. ગરિમા – સાધક પોતાની ઇચ્છા મુજબ વજન વધારી શકે છે. લઘિમા – સાધક પોતાની ઇચ્છા મુજબ વજન ઘટાડી શકે છે. પ્રાપ્તિ – મનવાંછિત પદાર્થની પ્રાપ્તિ થાય છે. પ્રાકામ્ય – ઇચ્છા કરવા પર સાધક પૃથ્વીમાં ભળી શકે છે અથવા આકાશમાં ઊડી શકે છે. ઈશિત્વ – બધા પર શાસન કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. વશિત્વ – અન્ય કોઈને વશમાં કરી શકાય છે.
નવ નિધિઓ — પદ્મ, મહાપદ્મ, શંખ, મકર, કચ્છપ, મુકુન્દ, કુન્દ, નીલ, બર્ચ્ચ – આ નવ નિધિઓ કહેવામાં આવી છે.
રામ રસાયન તુમ્હરે પાસા | સદા રહો રઘુપતિ કે દાસા ॥
ભાવાર્થ – આપ સદૈવ શ્રીરઘુનાથજીની શરણમાં રહો છો તેથી આપની પાસે વૃદ્ધાવસ્થા અને અન્ય અસાધ્ય રોગોના નાશ માટે “રામ-નામ” રૂપી રસાયણ (ઔષધિ) છે.
તુમ્હરે ભજન રામ કો પાવૈ | જમન જનમ કે દુખ બિસરાવૈ ॥
ભાવાર્થ – આપના ભજન કરનાર ભક્તને ભગવાન શ્રીરામજીના દર્શન થાય છે અને એના જન્મ-જન્માંતરના દુખ દૂર થઇ જાય છે.
સંતકાલ રઘુબર પુર જાઈ | જહાં જન્મ હરિ ભક્ત કહાઈ ॥
ભાવાર્થ – આપના ભજનના પ્રભાવથી પ્રાણી અંત સમય શ્રીરઘુનાથજીના ધામે જાય છે. જો મૃત્યુલોકમાં જન્મ લેશે તો ભક્તિ કરશે અને શ્રીહરિ ભક્ત કહેવાશે.
ઔર દેવતા ચિત્ત ન ધરઈ | હનુમત સેઇ સર્વ સુખ કરઈ ॥
ભાવાર્થ – હે હનુમાનજી ! જો ભક્ત સાચા મનથી આપની સેવા કરે છે તો એને બધા પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે. એને અન્ય કોઇ દેવતાની પૂજા કરવાની આવશ્યકતા નથી રહેતી.
સંકટ કટૈ મિટૈ સબ પીરા | જો સુમિરૈ હનુમત બલબીરા ॥
ભાવાર્થ – હે બળવીર હનુમાનજી ! જે વ્યક્તિ માત્ર આપનું સ્મરણ કરે છે, એના બધા સંકટ મટી જાય છે અને બધી પીડાઓ પણ મટી જાય છે.
જય જય જય હનુમાન ગોસાઇઁ | કૃપા કરહુ ગુરૂ દેવ કી નાઇઁ ॥
ભાવાર્થ – હે વીર હનુમાનજી ! આપની સદા જય હો, જય હો, જય હો. આપ મુજ પર શ્રીગુરૂજીની સમાન કૃપા કરો જેથી મેં સદા આપની ઉપાસના કરતો રહું.
જો શત બાર પાઠ કર કોઈ | છૂટહિં બન્દિ મહા સુખ હોઈ ॥
ભાવાર્થ – જે વ્યક્તિ શુદ્ધ હ્રદયથી પ્રતિદિન આ હનુમાન ચાલીસાનો સો વાર પાઠ કરશે તે બધા સાંસારિક બંધનો થી મુક્ત થશે અને તેને પ્રેમાનંદની પ્રાપ્તિ થશે.
જો યહ પઢ઼ે હનુમાન ચાલીસા | હોય સિદ્ધિ સાખી ગૌરીસા ॥
ભાવાર્થ – ગૌરી પતિ શંકર ભગવાને આ હનુમાન ચાલીસા લખાવી તેથી તેઓ સાક્ષી છે કે જે આ હનુમાન ચાલીસા વાચસે તેને નિશ્ચય સિદ્ધિ પ્રાપ્ત થશે.
તુલસીદાસ સદા હરી ચેરા | કીજૈ નાથ હ્રદય મંહ ડેરા ॥
ભાવાર્થ – હે મારા નાથ હનુમાનજી ! ‘તુલસીદાસ’ સદા “શ્રીરામ” ના દાસ છે, તેથી આપ એમના હ્રદયમાં સદા નિવાસ કરો.
પવન તનય સંકટ હરન, મંગલ મૂરતિ રૂપ |
રામ લખન સીતા સહિત, હ્રદય બસહુ સુર ભૂપ ॥
ભાવાર્થ - હે પવનપુત્ર ! આપ બધા સંકટોના હરણ કરનાર ચો, આપ મંગળ મુરત રૂપ છો. મારી પ્રાર્થના છે કે આપ શ્રીરામ, શ્રીજાનકી તથા લક્ષ્મણજી સહિત સદા મારા હ્રદયમાં નિવાસ કરો.
॥ ઇતિ ॥
*********************************************************
શ્રી કૃષ્ણ ચાલીસા
॥ શ્રી ગણેશાય નમઃ ॥
बंशी शोभित कर मधुर । नील जलज तनु श्याम ॥
अरुण अधर जनु बिम्ब फल । नयन कलम अभिराम ॥
पूरन इंदु अरविंद मुख । पीताम्बर सुचि साज ॥
जय मनमोहन मदन छवि । कृष्णचंद्र महाराज ॥
जय जय यदुनंदन जग वंदन । जय वसुदेव देवकी नंदन ॥
जय यशोदा सुत नंद दुलारे । जय प्रभु भक्तन के रखवारे ॥
जय नटनागर नाग नथैया । कृष्ण कन्हैया धेनु चरैया ॥
पुनि नख पर प्रभु गिरिवर धारो । आओ दीनन कष्ट निवारो ॥
बंशी मधुर अधर धरि टेरो । होवे पूरन मनोरथ मेरो ॥
आओ हरि पुनि माखन खावो । आज लाज भक्तन की राखो ॥
गोल कपोल चिबुक अरुनारे । मृदु मुस्कान मोहिनी डारे ॥
राजित राजीव नयन विशाला । मोरे मुकट वैजंतीमाला ॥
कुंडल श्रवण पीत्त पट आछे । कटि किंकिनी काछनी काछे ॥
नील जलज सुंदर तन सोहै । छवि लखि सुर नर मुनि मन मोहै ॥
मस्तक तिलक अलक घुंघराले । आओ श्याम बांसुरी वाले ॥
करि पय पान पूतनाहिं तार्यो । अका-बका कागासुर मार्यो ॥
मधुवन जलत अगिन जब ज्वाला । भये शीतल लखतहिं नंदलाला ॥
जब सुरपति बृज चढ्यो रिसाई । मूसरधार भारी बरसाई ॥
लखत लखत बृज चहत बहायो । गोवर्धन नख धरि बचायो ॥
लखि यशोदा मन भ्रम अधिकाई । मुख महं चौदह भुवन दिखाई ॥
दुष्ट कंस अति उधम मचायो । कोटि कमल कहं फूल मंगायो ॥
नाथि कालियाहिं को तुम लीन्हो । चरण चिह्न दै निर्भय कीन्हो ॥
करि गोपिन संग रास विलासा । सब की पूर करी अभिलाषा ॥
अगणित महा असुर संहार्यो । कंसहि केश पड़ दे मार्यो ॥
मातु पिता की बंदि छुड़ायो । उग्रसेन कहं राज दिलायो ॥
महि से मृतक छहों सुत लायो । मातु देवकी शोक मिटायो ॥
नरकासुर मुर खल संहारी । लाये षटदश सहस कुमारी ॥
दई भीम तृण चीर इशारा । जरासंध राक्षस कहं मारा ॥
असुर वृकासुर आदिक मार्यउ । निज भक्तन कर कष्ट निवार्यउ ॥
दीन सुदामा के दुख टार्यो । तण्डुल तीन मुठि मुख डार्यो ॥
दुर्योधन के त्याग्यो मेवा । कियो विदुर घर शाक कलेवा ॥
लखि प्रेम तुहि महिमा भारी । नौमि श्याम दीनन हितकारी ॥
भारत में पारथ रथ हांके । लिये चक्र कर नहीं बल थाके ॥
निज गीता के ज्ञान सुनाये । भक्तन ह्रदय सुधा सरसाये ॥
मीरा ऐसी मतवाली । विष पी गई बजाकर ताली ॥
राणा भेजा सांप पिटारी । शालिग्राम बने बनवारी ॥
निज माया तुम विधिहिं दिखायो । उर ते संशय सकल मिटायो ॥
तव शतनिंदा करि तत्काला । जीवन मुक्त भयो शिशुपाला ॥
जबहिं द्रौपदी टेर लगाई । दीनानाथ लाज अब जाई ॥
तुरतहिं वसन बने नंदलाला । बढ्यो चीर भया अरि मुंह काला ॥
अस अनंत के नाथ कन्हैया । डूबत भंवर बचावहिं नैया ॥
सुंदरदास वास दुर्वासा । करत विनय प्रभु पूजहु आसा ॥
नाथ सकल उरि कुमित निवारो । छमौं वेगि अपराध हमारो ॥
खोलो पट अब दर्शन दीजै । बोलो कृष्ण कन्हैया की जय ॥
॥ दोहा ॥
कृष्णचंद्र के नाम से, होत प्रफुल्लित गात ।
तन घातक पातक टरत, रोग दूर होय जात ॥
चालीसा जो यह नित पढ़ै । कठिन कष्ट कटि जाय ॥
धन जन बल विद्या बढ़ै । नित नर सुख सरसाय ॥
*********************************************************
શ્રી શિવ ચાલીસા
जय गणेश गिरिजा सुवन, मंगल मूल सुजान ।
कहत अयोध्यादास तुम, देउ अभय वरदान ॥
[ભાવાર્થ] – શિવ ચાલીસાના રચયિતા શ્રી અયોધ્યાદાસજી રચના પ્રારંભ કરવા પૂર્વ ગણેશજીની વંદના કરતા લખે છે કે, “જે સમસ્ત મંગલ કાર્યોના જ્ઞાતા છે એ ગૌરીપુત્ર ગણેશજીની જય હો. હે ગણેશજી ! આ કાર્યને નિર્વિઘ્ન સમાપ્ત કરવાનું વરદાન આપો.”
जय गिरिजापति दीनदयाला । सदा करत संतन प्रतिपाला ॥
[ભાવાર્થ] – જે દીન જનો પર કૃપા કરનાર છે અને સંત જનોની સદા રક્ષા કરે છે એવાં પાર્વતી (ગિરિજા) પતિ શંકર ભગવાનની જય હો.
भाल चन्द्रमा सोहत नीके । कानन कुण्डल नागफनी के ॥
[ભાવાર્થ] – જેમના મસ્તક પર ચંદ્રમા શોભાયમાન છે અને જેમણે કાનોમાં નાગફણીના કુંડલ ધારણ કર્યા છે.
अंग गौर सिर गंग बहाये । मुण्डमाल तन क्षार लगाये ॥
[ભાવાર્થ] – જેમનું અંગ ગૌરવર્ણ છે, શીશ પર ગંગાની ધારા વહે છે, ગળામાં મુણ્ડોની માળા છે અને શરીર પર ભસ્મ છે.
वस्त्र खाल वाधम्बर सोहै । छवि को देखि नाग मुनि मोहै ॥
[ભાવાર્થ] – જેમણે વાઘની ખાલના વસ્ત્ર ધારણ કર્યા છે, એવાં શિવજી ની શોભા જોઈને નાગ અને મુનિ પણ મોહિત થઈ જાય છે.
मैना मातु कि हवै दुलारी । वाम अंग सोहत छवि न्यारी ॥
[ભાવાર્થ] – મહારાણી મૈનાની દુલારી પુત્રી પાર્વતી એમના ડાબી બાજુએ સુશોભિત થઈ રહ્યા છે.
कर त्रिशूल सोहत छवि भारी । करत सदा शत्रुन क्षयकारी ॥
[ભાવાર્થ] – જમના હાથોમાં ત્રિશૂલ અત્યંત સુંદર પ્રતીત થઈ રહ્યું છે, કે જે નિરંતર શત્રુઓનો વિનાશ કરતું રહ્યું છે.
नंदि गणेश सोहैं तहँ कैसे । सागर मध्य कमल हैं जैसे ॥
[ભાવાર્થ] – ભગવાન શંકરજીના સમીપ નંદી અને ગણેશજી એવાં સુંદર લાગે છે, જેમ સાગરની મધ્યમાં કમળ શોભાયમાન હોય છે.
कार्तिक श्याम और गणराऊ । या छवि को कहि जात न काऊ ॥
[ભાવાર્થ] – શ્યામ, કાર્તિકેય અને એમના કરોડો ગણની છબી ના વખાણ કરવું કોઈ માટે સંભવ નથી.
देवन जबहीं जाय पुकारा । तबहीं दुःख प्रभु आप निवारा ॥
[ભાવાર્થ] – હે પ્રભુ ! જ્યારે-જ્યારે દેવતાઓએ આપની સન્મુખ પુકાર કરી છે ત્યારે-ત્યારે આપે એમના દુઃખોનું નિવારણ કર્યું છે.
कियो उपद्रव तारक भारी । देवन सब मिलि तुमहिं जुहारी ॥
[ભાવાર્થ] – જ્યારે તારકાસુરે ખૂબ અધિક ઉત્પાત કર્યો હતો ત્યારે બધા દેવતાઓએ મળીને પોતાની રક્ષા કરવા માટે આપની શરણ લીધી.
तुरत षडानन आप पठायउ । लव निमेष महँ मारि गिरायउ ॥
[ભાવાર્થ] – ત્યારે આપે તુરંત ષડાનન (સ્વામી કાર્તિકેય) ને મોકલ્યા જેમણે ક્ષણમાત્રમાં જ તારકાસુર રાક્ષસમે મારી નાખ્યો.
आप जलंधर असुर संहारा । सुयश तुम्हार विदित संसारा ॥
[ભાવાર્થ] – આપે સ્વયં જલન્ધર નામક અસુરનો સંહાર કર્યો, જેનાથી આપના યશ તથા બળને સંપૂર્ણ સંસાર જાણે છે.
त्रिपुरासुर सन युद्ध मचाई । सबहिं कृपा करि लीन बचाई ॥
[ભાવાર્થ] – ત્રિપુર નામક અસુર સાથે યુદ્ધ કરી આપે કૃપા કરી બધા દેવતાઓને બચાવી લીધા.
किया तपहिं भागीरथ भारी । पुरव प्रतिज्ञा तासु पुरारी ॥
[ભાવાર્થ] – જ્યારે ભગીરથે ગંગાને પૃથ્વી પર લાવવા મહાન તપ કર્યું ત્યારે આપે આપની જટાઓમાંથી ગંગાને છોડી એમની પ્રતિજ્ઞાને પૂર્ણ કરી.
दानिन महँ तुम सम कोइ नाहीं । सेवक स्तुति करत सदाहीं ॥
[ભાવાર્થ] – સંસારના બધા દાનિઓમાં આપની સમાન કોઈ દાનિ નથી. ભક્ત આપની સદા વંદના કરતા રહે છે.
वेद माहि महिमा त
*********************************************************
શ્રી જલારામ ચાલીસા
[દોહરો]
અન્નદાન એ શ્રેષ્ઠ દાન, જપે ના જલિયા જૂઠ
રામનામને લૂંટત રહે, જો લૂટી શકે તો લૂંટ
[ચોપાઈ]
ભારત ભૂમિ સંતજનોની, ભક્તિની કરતા લહાણ …૧
ગરવી ગુર્જર ગરવી ગાથા, વીરપુરે સંત જલાણ …૨
આવો સંતો સત્સંગમાં, સત્સંગનો રંગ મહાન …૩
ગર્વ ગળ્યાકંસ-રાવણના, આતમરજાને સાચો જાણ …૪
છોડ લાલનપાલન દેહનાં, ત્યજી તમામ ગુમાન …૫
મળ્યો જે મનખો મોંઘેરો, જપ રામનામ હર ત્રાણ …૬
રામનામમાં મગન સદા, સર્વદા રામના દાસ …૭
તુલસી ને જલિયાણના, દિલમાં રામનો વાસ …૮
દિલમાં રામનો વાસ જેને, સંસારનો ના ત્રાસ …૯
રહે ભલે સંસારમાં, મનડું રામજી પાસ …૧૦
તમામ જીવનમાં રામજી પેખે, મુખમાં રામનું નામ …૧૧
પ્રેમરસ પી ને પિવડાવે, ધન ધન શ્રી જલારામ …૧૨
ભક્તિ ખાંડાની ધાર છે, પળ પળ કસોટી થાય …૧૩
હસતાં મુખે દુઃખ સહે, હરિ વહારે ધાય …૧૪
સતગુણથી સુખ મળે, ને સુખ-શાંતિ થાય …૧૫
સુખ-શાંતિમાં આનંદ સાચો, આનંદ આતમ રામ …૧૬
હરિના જનમાં હરિ વસે, વદી રહ્યા જલિયા રામ …૧૭
ચમત્કાર ત્યાં નમસ્કાર, જય રામ કૃષ્ણ ગાય …૧૮
આતમરામને રામ જાણવા, પરચાઓ કંઈ સર્જાય …૧૯
અનુભવ વિનાનું જ્ઞાન કાચું, અનુભવ ગુરુ મહાન …૨૦
શંકાથી શ્રદ્ધા ડગે, શ્રદ્ધા હરિથી મહાન …૨૧
વાચ કાછ ને મનથી, સદા ભજતાં જલારામ …૨૨
અધૂરાં રે ન આદર્યાં, પૂરણ કરે જલારામ …૨૩
બાપાના પરચા હજાર, લખતાં ન આવે પાર …૨૪
ભાવના ભૂખ્યા ભગવાન, બતાવે બાપા વારંવાર …૨૫
સેવા-ત્યાગની જીવતી મૂરત, જલારામ તણો અવતાર …૨૬
નોંધારાના આધાર બાપા, યાદ કરો લગાર …૨૭
જીવતા દેહ લાખનો, સવાલાખની શ્રદ્ધા આજ …૨૮
ભંડારી બાપાનાં વીરબાઈ, સતી પતિવ્રતા કહેવાય …૨૯
અવધૂત સંગે જાતા, કદી ના જે અચકાય …૩૦
ત્યાગ-બલિદાનની અપૂર્વ ગાથા, સ્વર્ણ અક્ષરે અંકાય …૩૧
સતી પુણ્યે જલિયાણ ભક્તિ, બની ગઈ સવાઈ …૩૨
તુલસી મીરાં કબીરાદિ, ને અન્ય સ્મ્ત સાંઈ …૩૩
સંસારમાં રહીને સદા, સદ્ભક્તિ માર્ગ બતાઈ …૩૪
મનમાં ધારો શ્રીરામને, વનમાં શા માટે જાય …૩૫
વાત બધી સ્વાનુભવની, સુણો ભગિની ભાઈ …૩૬
રસોઈ ચારસોની હતી, જમવા આઠસો તૈયાર …૩૭
મૂંઝાયા સાસુમા ત્યારે, મેં આપી હામ લગાર …૩૮
વદ્યો મુખથી જય જલારામ, આઠસો ઓડકાર ખાય …૩૯
વધ્યો મોહન થાળ છતાં, ઘરનાં ખાતાં ન ધરાય …૪૦
*********************************************************
Leave a Reply