મનમાં …
તારા વિચારોની કતાર લાગી છે મનમાં,
ખબર નથી ક્યારે પુરી થશે એ મનમાં,
તારી યાદો નો વરસાદ લઇને આવી છે મનમાં,
ખબર નથી એ યાદો ઉભરાશે ક્યારે મનમાં,
તારા ચેહરાની છબી દેખાય છે મનમાં,
ખબર નથી એ હકીકત બનશે ક્યારે મનમાં,
બાજુમાં ઉભી છે એવો અહેસાસ કરું છુ મનમાં,
ત્યારેજ શાંતીનો અનુભવ થાય છે મનમાં,
રાત-દિવસ તનેજ યાદ કરું છુ મનમાં,
સાથ છોડી ને ચાલ્યા જશો એવી બિક છે મનમાં.
—હિરેન પટેલ
મારા વાહલા પપ્પા …
ખોત અનુભવાય છે તમારી આજે,
કોઇ નિર્ણય જાતે લેવાતો નથી આજે,
રોજ જોઉં તસ્વિર તમારી સવાર ને સાંજે,
મારા વાહલા પપ્પા કેમ ભુલાય તમને આજે.
—હિરેન પટેલ
હે પ્રભુ, અમારે જેની જરૂર હતી તેની તમારે શું જરૂર પડી ? તમારે ખજાને ક્યાં ખોટ હતી તો અમારા ખજાના માં લુંટ કરી !! રડી રહી છે આંખો અમારી જોઈ તસ્વીર તમારી, જ્યાં કુદરત રૂઠે ત્યાં કોને ફરિયાદ કરવી ???
જો તું …
જો તુ કદમ થી કદમ મલાવે,
તો મને રસ્તો મલી જાય,
જો તુ શ્વાસ થી શ્વાસ મેહકાવે,
તો જીવવાનો આશરો મલી જાય,
જો તુ દિલ થી દિલ મલાવે,
તો મને પ્રેમ થઇ જાય,
જો તુ નજરો થી નજર મલાવે,
તો તારો વિશ્વાસ મરી જાય,
જો તુ શબ્દોનો સાથ પુરાવે,
તો મારી કવિતા પુરી થઇ જાય,
—હિરેન પટેલ
સાચો પ્યાર …
કહું છું બધા ને એક જ વાત,
તને કરુ છું હું સાચો પ્યાર….
પણ તને ક્યારે કરીશ આ વાત,
તુ તો છે આના થી અજાણ….
તને ખબર છે એ મારી વાત,
પણ તુ નથી સમજતી એમા મારો શુ વાંક….
મને જોઇયે છે જીવનમાં તારો સાથ,
આથી હું તને ચાહું છુ સવાર ને સાંજ….
જ્યારે તારી આંખ માં નાખુ છુ આંખ
ત્યારે કેમ નથી થતો તને અહેસાસ….
પણ મને ખબર છે એક દીવસ એવો આવશે,
જ્યારે તુ સમજીશ આ મારો સાચો પ્યાર….
—હિરેન પટેલ
સુપ્રભાત……….
સવારનાં ફુલો ખિલી ગયા,
પક્ષીઓ ચણવા ઉડી ગયા,
સુરજ ઉગી તારાઓ સંતાઇ ગયા,
ઘરનાં આંગણે પાંણી છંટાઇ ગયા,
બા મંદીરે જવા નીકરી ગયા,
ને સુંદર ઉંઘ માંથી તમે ઉથી ગયા.
—હિરેન પટેલ
******************************
Comments on: "મારી રચનાઓ" (1)
હિરેનભાઇ,
આપની રચનાઓ ગમી.