— હિરેન પટેલ

શાંતિ પ્રાર્થના

(ધૂન- સમૂહ ગાન )

વસુદેવમ્ સુતમ દેવમ કંસ ચાણુર મર્દનમ્ |
દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગત ગુરૂમ ||
*****
ગુરૂબ્રહ્મા ગુરૂર્વિષ્ણુઃ ગુરૂર્દેવ મહેશ્વરઃ |
ગુરૂર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈશ્રી ગુરવે નમઃ ||
*****
શ્રી રામ જય રામ જય જય રામ
*****
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી
હે નાથ નારાયણ વાસુદેવ.
*****

(સમૂહ ગાન)

રઘુપતિ રાઘવ રાજારામ, પતિત પાવન સીતારામ-
સીતારામ સીતારામ, પતિત પાવન સીતારામ.
ઈશ્વર-અલ્લહ તેરે નામ, સબકો સન્મતિ દે ભગવાન-
મંદીર મસ્જિદ તેરે ધામ, સારે જગ મેં તેરા નામ.
રાત્રે નિદ્રા દિવસે કામ, ક્યારે ભજીશું હરિનું નામ-
કરતા જઈશું ઘરનું કામ, લેતા જઈશું હરિનું નામ.
રઘુપતિ રાઘવ રાજારામ, પતિત પાવન સીતારામ.
*****

(સમૂહ ગાન)
સર્વ ધર્મ પ્રાર્થના
ૐ તત્સત્ શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું;
સિદ્ધ બુદ્ધ તું, સ્કન્દ વિનાયક સવિતા પાવક તું.

બ્રહ્મ મજદ તું, યહ્વ શક્તિ તું, ઈસુ પિતા પ્રભુ તું;
રુદ્ર વિષ્ણુ તું, રામ-કૃષ્ણ તું, રહીમ તાઓ તું.

વાસુદેવ ગો વિશ્વરૂપ તું, ચિદાનન્દ હરિ તું;
અદ્વિતીય તું, અકાલ નિર્ભય આત્મ લિંગ શિવ તું.
ૐ તત્સત્ શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું;
*****

(સમૂહ ગાન)
ગીતા બોધ
ન ઘટે ત્યાં કરે શોક, ને વાતોજ્ઞાનની વદે !
પ્રાણો ગયા-રહ્યા તેનો જ્ઞાનીઓ શોક ના કરે.

હું તું કે આ મહીપાળો, પૂર્વે ક્યરે હતા નહીં,
ન હઇશું ભવિષ્યેયે એમ તું જાણતો રખે

દેહીને દેહમાં આવે બાળ, જોબનને જરા,
તેમ આવે નવો દેહ, તેમાં મૂંઝાય ધીર ના

સ્પર્શાદિ વિષયો જાણ, શીતોષ્ણ-સુખદુ:ખદા,
અનિત્ય, જાય ને આવે, તેને, અર્જુન, લે સહી

તે પીડી ન શકે જેને, સમ જે સુખદુ:ખમાં,
તે ધીર માનવી થાય પામવા યોગ્ય મોક્ષને

અસત્યને ન અસ્તિત્વ, નથી નાશેય સત્યનો;
નિહાળ્યો તે તત્ત્વદર્શીએ આવો સિદ્ધાંત બેઉનો

જાણજે અવિનાશી તે જેથી વિસ્તર્યું આ બધું;
તે અવ્યય તણો નાશ કોઇયે ના કરી શકે.

અવિનાશી, પ્રમાતીત, નિત્ય દેહીતણાં કહ્યાં
શરીરો અંતવાળાં આ તેથી તું ઝૂઝ, અર્જુન

જે માને કે હણે છે તે, જે માને તે હણાય છ,
બંનેયે તત્ત્વ જાણે ના, હણે ના તે હણાય ના

ન જન્મ પામે, ન કદાપિ મૃત્યુ,
ન્હોતો ન તે કે ન હશે ન પાછો :
અજન્મ, તે નિત્ય, સદા, પુરાણ,
હણ્યે શરીરે ન હણાય તે તો.

જે એને જાણતો નિત્ય, અનાશી, અજ, અવ્યય,
તે નર કેમ ને કોને હણાવે અથવા હણે

ત્યજી દઇ જીર્ણ થયેલ વસ્ત્રો,
લે છે નવાં જેમ મનુષ્ય બીજાં;

ત્યજી દઇ જીર્ણ શરીર તેમ,
પામે નવાં અન્ય શરીર દેહી

ન તેને છેદતાં શસ્ત્રો, ન તેને અગ્નિ બાલતો,
ન તેને ભીંજવે પાણી, ન તેને વાયુ સૂકવે

છેદાય ના, બળે ના તે, ન ભીંજાય, સુકાય ના :
સર્વવ્યાપક તે નિત્ય,સ્થિર, નિશ્ચળ, શાશ્વત

તેને અચિંત્ય, અવ્યક્ત, નિર્વિકાર કહે વળી;
તેથી એવો પિછાણી તે, તને શોક ઘટે નહીં.

ને જો માને તું આત્માનાં જન્મ-મૃત્યુ ક્ષણે ક્ષણે,
તોયે તારે, મહાબાહુ, આવો શોક ઘટે નહીં

જન્મ્યાનું નિશ્ચયે મૃત્યુ, મૂઆનો જન્મ નિશ્ચયે;
માટે જે ન ટળે તેમાં તને શોક ઘટે નહીં

અવ્યક્ત આદિ ભૂતોનું, મધ્યમાં વ્યક્ત ભાસતું;
વળી, અવ્યક્ત છે અંત, તેમાં ઉદ્વેગ જોગ શું

આશ્ચર્ય-શું કોઇ નિહાલતું એ,
આશ્ચર્ય-શું તેમ વદે, વળી, કો,
આશ્ચર્ય-શું અન્ય સુણેય કોઇ,
સુણ્યા છતાં કો સમજ ન તેને બ

સદા અવધ્ય તે દેહી સઘળાના શરીરમાં;
કોઇયે ભૂતનો તેથી તને શોક ઘટે નહીં
*****

(સમૂહ ગાન)
મંગલ મન્દિર ખોલો,
દયામય ! મંગલ મન્દિર ખોલો !

જીવન વન અતિ વેગે વટાવ્યું,
દ્વાર ઊભો શિશુ ભોળો,
દયામય ! મંગલ મન્દિર ખોલો !

તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઉરમાં લ્યો, લ્યો,
દયામય ! મંગલ મન્દિર ખોલો !

નામ મધુર તમ રટ્યો નિરન્તર,
શિશુ સહ પ્રેમે બોલો,
દયામય ! મંગલ મન્દિર ખોલો !

દિવ્ય-તૃષાતુર આવ્યો બાલક,
પ્રેમ-અમીરસ ઢોળો,
દયામય ! મંગલ મન્દિર ખોલો !
*****

(સમૂહ ગાન)
અસત્યો માંહેથી, પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા;
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;
મહા મૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા.
તું હીણો હું છું તો ,તુજ દરશનાં દાન દઈ જા.
*****

બે મીનીટ મૌન

*****
ગયેલા આત્માને મન હ્રદયથી આપજો શાંચત પૂરી,
બધી રીતે એનું પ્રભુ કરવાજે સર્વ ક્લયાણ શ્રીજી.
બધા જીવો સાથે ગત જીવનમાં જે થયેલા સંબંધો,
કરાવી દો એને સૌ તરફથી સાવ નિક્ષ્ચિત્ મુક્ત
*****

ૐ સહનાવવતુ | સહનૌભુનકતુ| સહવીર્ય કરવાવહૈ|
તેજસ્વિનાવધિતમસ્તુ| મા વિદ્રિષાવહૈ|
ૐ શાંન્તિ: શાંન્તિ: શાંન્તિ: ||
*****

શાંતિ પ્રાર્થના

હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સહુ લાગીએ,
શરણું મળે સાચું તમારું એહ હૃદયથી માંગીએ,
જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો,
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો…

વળી કર્મનાં યોગે કરી જે કુળમાં એ અવતરે,
ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે,
લાખ ચોરાશી બંધનોને લક્ષમાં લઈ કાપજો,
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો…

સુસંપત્તિ, સુવિચાર ને સતકર્મનો દઈ વારસો,
જન્મો જનમ સતસંગથી કિરતાર પાર ઉતારજો,
આ લોક ને પરલોકમાં તવ પ્રેમ રગ રગ વ્યાપજો,
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો…

મળે મોક્ષ કે સુખ સ્વર્ગનાં આશા ઉરે એવી નથી,
દ્યો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી,
સાચું બતાવી રૂપ શ્રી પ્રભુજી હૃદયે સ્થાપજો,
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો…
*****

શાંતિ મંત્ર

ૐ દ્યો: શાન્તિરન્તરિક્ષ શાન્તિ; પૃથિવી
શાન્તિરાપ: શાન્તિરોષધય શાન્તિ વનસ્પતય:
શાન્તિર્વિશ્વે દેવા: શાન્તિર્બ્રહ્મ શાન્તિ:, સર્વગું
શાન્તિ: શાન્તિરેવ શાન્તિ: સામા શાન્તિ રે ધિ ||

ૐ શાંતિ: શાંતિ: શાંતિ:
*****

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: