: નિત્યક્રમ :
(૧) સવારના જાગીને પથારીમાં હાથ જોઈને બોલવાનો શ્લોક
કરદર્શનમ
કરાગ્રે વસતે લક્ષ્મી : કર મૂલે સરસ્વતી
કર મધ્યે તું ગોવિંદમ પ્રભાતે કરદર્શનમ
હાથમાં આગળના ભાગમાં લક્ષ્મી, મૂળ ભાગમાં સરસ્વતી અને
વચલા ભાગમાં ગોવિંદ વસે છે માટે સવારના હાથનું દર્શન કરવું.
(૨) પથારીમાં ઉઠી જમીન પર પગ મુકતાં બોલવાનો શ્લોક:ક્ષમા યાચના
પૃથ્વીને વંદન
સમુદ્ર વસને દેવી ! પર્વત સ્તન મંડલે
વિષ્ણુપત્ની ! નમસ્તુભ્યમ પાદસ્પર્શ ક્ષમસ્વ મેં
સમુદ્રરૂપી કપડાંવાળી, પર્વતરૂપી સ્તનવાળી અને વિષ્ણું ભગવાનની પત્નીરૂપી હે પૃથ્વી દેવી !
તમને નમસ્કાર કરું છું. મારા પગનો તમને સ્પર્શ થાય છે તેને માટે મને ક્ષમા કરો.
(૩) સ્નાન કરતી વખતે બોલવાનો શ્લોક :
ગંગે ચ યમુને ચ ગોદાવરી સરસ્વતી
નર્મદે સિંધુ કાવેરી જલસ્મિન સંનિધિમ કુરુ
હે ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, નર્મદા, સિંધુ અને કાવેરી નદીઓ !
તમો સર્વે આ ( મારા નાહવાના) પાણીમાં પધારો.
(૪) જમતી વખતે બોલવાનો શ્લોક :
અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનાં દેહમાંશ્રિતં :
પ્રાળાપાનસમાયુત્ક:પચામ્યન્નં ચતુર્વી ધમ
પ્રાણીઓના દેહમાં રહીને, વૈશ્વાનર અગ્નિ નું રૂપ લઈને, પ્રાણ, અપાન વગેર પાંચ વાયુને નિયમમાં રાખીને પ્રાણી ચાર પ્રકારનું જે અન્ન ખાય છે તે હું પચવું છું.
Comments on: "સાહિત્ય" (1)
hiren bhai aapno ghano ghano aabhaar