સુવિચાર
- વિષ્ણુપુરાણ — ક્ષમાવાન પુરુષને આ લોક અને પરલોક બંને સુખદાયક બને છે. તે આ લોકમાં સન્માન અને પરલોકમાં સદ્ગમતિ પામે છે.
- સરદાર વલ્લભભાઈ પટેલ — ક્ષમા કેવી રીતે આપી શકાય તે ફક્ત શૂરવીર જ જાણે છે. ડરપોક કદી ક્ષમા ન આપી શકે. તે તેના સ્વભાવમાં જ નથી.
- ભર્તુહરિ — સજ્જન પુરુષો ક્ષમા વડે જ દુષ્ટ લોકોને નિસ્તેજ બનાવી દે છે.
- ભગવાન શંકરાચાર્ય — પાપ કરીને શિક્ષાનો ભાર સહન કરી શકાય છે, પરંતુ ક્ષમાનો ભાર ઊંચકી શકાતો નથી.
- ગૌતમ બુદ્ધ — જે સ્વયં શક્તિશાળી હોવા છતાં દુર્બળની વાતો સહન કરે છે, તેને સર્વશ્રેષ્ઠ ક્ષમાવાન કહેવામાં આવે છે.
- ભર્તુહરિ ક્ષમા દંડ કરતાં મોટી છે. દંડ આપે છે માનવ પણ ક્ષમા પ્રાપ્ત થાય છે દેવતાથી. દંડમાં ઉલ્લાસ છે, પણ શાંતિ નથી. ક્ષમામાં શાંતિ પણ છે અને આનંદ પણ છે.
- જયશંકર પ્રસાદ — ક્ષમામાં જ પાપને પુણ્ય બનાવનાની શક્તિ છે, કોઈ પણ અન્ય વસ્તુમાં તે નથી.
- પંચતંત્ર — જો માણસની પાસે ક્ષમા હોય તો તેને કવચની શી જરૂર છે?
- વેદવ્યાસ — ક્ષમા બ્રહ્મ છે, ક્ષમા સત્ય છે, ક્ષમા ભૂત છે, ક્ષમા ભવિષ્ય છે, ક્ષમા તપ છે અને ક્ષમા પવિત્રતા છે. ક્ષમા એ જ સંપૂર્ણ જગતને ધારણ કરી રાખ્યું છે.
- પ્રેમચંદજી — જ્યાં ક્ષમા નથી ત્યાં પ્રેમ માત્ર વિડંબના જ છે.
- વેદવ્યાસ — ક્ષમા અસમર્થ માનવીઓનું લક્ષણ અને સમર્થોનું આભૂષણ છે.
- અજ્ઞેય — ક્ષમા હ્રદયનો ધર્મ છે.
- ગાંધીજી — ક્ષમા વીરોનું આભૂષણ છે.
- વાલમીકિ — ક્ષમા જ યશ છે, ક્ષમા જ ધર્મ છે, ક્ષમાથી જ આ સંસારનું અસ્તિત્વ છે.
- ધૂમકેતુ — માનવીના અંદર રહેલા ક્રોધ અને ધિક્કારને ભેગા કરીએ તો ઘડીના છઠ્ઠા ભાગમાં દુનિયા નાશ પામે. એ ભેગા નથી થતા તેથી જ દુન્વયી વ્યવહાર ચાલે છે.
- સુદર્શન — કીર્તિનો નશો દારૂના નશા કરતાં પણ તેજ હોય છે. દારૂ છોડાવો સહેલો છે પણ કીર્તિ છોડવી સહેલી નથી.
- પ્રેમચંદજી — યશ ત્યાગથી પ્રાપ્ત થાય છે, દગાથી નહિ.
- ઋગવેદ — યશ મિત્રનું કામ કરે છે અને તેને પ્રાપ્ત કરીને બધા જ પ્રસન્ન થાય છે.
- દયાનંદ સરસ્વતી — ક્રોધ એ નિર્બળતાની નિશાની છે.
- ભગવાન બુદ્ધ — ઊકળતા પાણીમાં પ્રતિબિંબ દેખાતું નથી તેમ ક્રોધી માણસ પોતાનું હિત શામાં છે તે જોઈ શકતો નથી.
- શ્રી મદ્ ભગવદ્ ગીતા — પ્રતિષ્ઠિત પુરુષને માટે અપકીર્તિ મૃત્યુ કરતાં પણ વધારે છે.
- પ્રેમચંદજી — કીર્તિ એ એક એવી તરસ છે જે ક્યારેય બુઝાતી નથી.
- ભર્તુહરિ — તુચ્છ માનવીઓ વિઘ્નના ભયથી કોઈ શરૂઆત કરતાં નથી. મધ્યમ શ્રેણીના લોકો કાર્યનો આરંભ કરે છે પણ મુશ્કેલી આવતાં જ તેને છોડી દે છે, પણ શ્રેષ્ઠ પુરુષો વારંવાર સંકટો આવવા છતાં હાથમાં લીધેલું કાર્ય કદી છોડી દેતા નથી.
- ચાણક્ય — દુષ્કૃત્યોને ઢાંકી રાખે એવો પડદો બનાવનાર કોઈ વણકર આજ સુધી જગતમાં પાક્યો નથી.
- ગુજરાતી કહેવત — જેની જીભ નાની, એનું કામ મોટું; જેની જીભ મોટી, એનું કામ નાનું.
- શ્રી માતાજી — જે પ્રભુની કૃપામાં સાચોસાચ વિશ્વાસ મૂકે છે, તેને માટે એ કૃપા અનંત વહેતી રહે છે.
- સ્વામિ વિવેકાનંદ — પરમાત્મા હંમેશાં દયાળુ છે. જે શુદ્ધ અંતઃકરણથી તેની મદદ માગે છે તેને તે અવશ્ય આપે છે.
- મહાવીર સ્વામી — પરમાત્માની શક્તિ અમર્યાદ છે, માત્ર આપણી શ્રદ્ધા જ અલ્પ હોય છે.
- ગોસ્વામી તુલસીદાસ — પરમાત્મા જેના પર કૃપા કરવા ઈચ્છે છે, તેને જ વધુમાં વધુ કષ્ટ આપે છે. રોગ, સાંસારિક ક્ષતિ, આત્મીય જનનું મૃત્યુ, આ સર્વ ભક્તિમાર્ગમાં થનારી કસોટીઓ છે.
- સ્વામી દયાનંદ — ઈશ્વરનું સ્મરણ સર્વ રોગોની એક માત્ર મહાન દવા છે.
- શ્રી માતાજી — પ્રભુને સમજવા હોય તો પોતાનાં બધાં જ પૂર્વગ્રહો અને પસંદગીઓને બાજુમાં મૂકી દેવાં જોઈએ.
- શ્રી વલ્લભાચાર્ય — કર્મ તો કામધેનુ છે, એને દોહતાં આવડે તો આનંદરૂપી દૂધ મળે.
- જવાહરલાલ નહેરુ — મને મોડા પડવા માટેનાં કારણોમાં રસ નથી; પણ કામ પૂરું થાય તેમાં રસ છે.
- પાંડુરંગ આઠવલે — કર્મનું ફળ પ્રભુ આપવાના જ છે, એવી સમજણ જેનાં હ્રદયમાં છે તેના કર્મમાં સુગંધ હોય છે. એને બીજા કોઈ તરફથી કદરની અપેક્ષા હોતી નથી.
- હિતોપદેશ — કર્મના સ્વરૂપનો વિચાર કરવાથી નમ્રતા આવે છે અને ધર્મનો વિચાર કરવાથી નિર્ભયતા આવે છે.
- પંચતંત્ર — રૂપ કે કુળ ગૌરવનું કારણ બનતાં નથી. માણસનાં કર્મ જ તેની શોભા વધારે છે.
- રામકૃષ્ણ પરમહંસ — જ્યાં સુધી કામિની અને કંચનનો મોહ છૂટતો નથી ત્યાં સુધી ઈશ્વરનાં દર્શન થઈ શકતાં નથી.
- ઉપનિષદો — ઈશ્વર એક જ છે, ભક્તો જુદી-જુદી રીતે તેને વર્ણવે છે.
- દયાનંદ સરસ્વતી — ઈશ્વર નિરાકાર છે, પરંતુ તે ભક્તોની હાર્દિક પ્રાર્થના અભુસાર પોતાની શક્તિથી જુદાંજુદાં રૂપો ધારણ કરે છે.
- સ્વામી રામતીર્થ — નાસ્તિકને મન ઈશ્વર શૂન્ય છે; આસ્તિકને મન ઈશ્વર પૂર્ણવિરામ છે.
- અંગ્રેજી કહેવત — આળસુ મન એટલે શેતાનનું કારખાનું.
- ગૌતમ બુદ્ધ — આળસ માનવીનો મહાન શત્રુ છે.
- મહાવીર સ્વામી — જેને જાતનું અભિમાન નથી, રૂપનું અભિમાન નથી, લાભનું અભિમાન નથી, પંડિતાઈનું અભિમાન નથી, અને જે સર્વ પ્રકારનાં અભિમાન છોડીને ધર્મધ્યાનમાં રત છે તે સાધુ છે.
- દયાનંદ સરસ્વતી — મોટા માણસના અભિમાન કરતાં નાના માણસની શ્રદ્ધા ધાર્યું કામ કરી જાય છે.
- વિનોબા ભાવે — અભિમાનના આઠ પ્રકાર છે: સત્તાનું અભિમાન, સંપત્તિનું અભિમાન, બળનું અભિમાન, રૂપનું અભિમાન, કુળનું અભિમાન, વિદ્વત્તાનું અભિમાન અને કર્તુત્વનું અભિમાન. પરંતુ “મને અભિમાન નથી” એવો દાવો કરવો એના જેવું ભયાનક અભિમાન બીજું એકેય નથી.
સુવિચારોનું સરોવર – સંકલિત
- સાચું બોલવાની પણ એક રીત હોય છે. તે એવી રીતે બોલાવું જોઈએ કે તે અપ્રિય ન બને.
–મોરારજીભાઈ દેસાઈ - મન પંચરંગી છે. ક્ષણે ક્ષણે તેના રંગ બદલાય છે. એક જ રંગના રંગાયેલા કોઈ વિરલા જ હોય છે.
–કબીર - જગતમાં માણસ સિવાય જેમ બીજું કોઈ મોટું નથી, તેમ માણસના ચારિત્ર્ય સિવાય બીજું કાંઈ પણ મોટું નથી.
–ડબલ્યુ એમ. ઈવાર્ટસ - બધે જ ગુણની પૂજા થાય છે, સંપત્તિની નહિ. પૂનમના ચંદ્ર કરતાં બીજનો ક્ષીણ ચંદ્ર જ વંદનીય ગણાય છે.
–ચાણક્ય - પરાજય શું છે ? એ એક પ્રકારનું શિક્ષણ છે. કાંઈ પણ વધારે સારી વસ્તુ, સારી સ્થિતિ તરફ જવાનું તે પહેલું પગથિયું છે.
–વેન્ડેલ ફિલિપ્સ - હંમેશા હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી, પ્રાર્થના કરતાં પણ વધારે જલદી ઈશ્વરની નજીક પહોંચાય છે.
–સ્વામી વિવેકાનંદ - બીજા કોઈ પણ સદગુણ કરતાં બીજાની વાત શાંતિથી સાંભળવાનો સદગુણ ઘણા થોડા માણસોમાં નજરે પડે છે.
–ડેલ કાર્નેગી - સુંદર સત્યને થોડા શબ્દોમાં કહો પણ કુરૂપ સત્ય માટે કોઈ શબ્દ ન વાપરો.
–ખલીલ જિબ્રાન - કળા એટલે પ્રત્યેક ચીજને, એટલે કે વિચારને, વાણીને, વર્તનને તેના યથાયોગ્ય સ્થાને મૂકવી.
–જે. કૃષ્ણમૂર્તિ - જેની પાસે ધૈર્ય છે અને જે મહેનતથી ગભરાતો નથી; સફળતા તેની દાસી છે.
–દયાનંદ સરસ્વતી - આયુ, કર્મ, સંપત્તિ, વિદ્યા અને મરણ આ પાંચ – જીવ ગર્ભમાં રહે ત્યારે જ નિશ્ચિત થઈ જાય છે.
–ચાણક્ય - જો માનવીને સુંદર ઘર બાંધતા આવડે તો તેવા ઘરમાં સુંદર રીતે જીવતાં કેમ ન આવડે ?
–બબાભાઈ પટેલ - પ્રભુ છે અને સર્વત્ર છે. આ તથ્ય આપણે બોલીએ તો છીએ, પણ આપણું આચરણ એવું છે કે જાણે પ્રભુ ક્યાંય છે જ નહિ.
–રવીન્દ્રનાથ ટાગોર - જો તમે મગજને શાંત રાખી શકતા હશો તો તમે જગને જીતી શકશો.
–ગુરુ નાનક - માણસ ચંદ્ર લગી પહોંચ્યો. પણ પૃથ્વી પરના મનુષ્યના હૃદય સુધી પહોંચવાનું હજી બાકી છે.
–ઉમાશંકર જોશી - કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.
–હરીન્દ્ર દવે - જે મિત્ર નથી, તે શત્રુ બનતો નથી પણ જે મિત્ર છે તે જ એક દિવસ શત્રુ બને છે.
–ડૉંગરે મહારાજ - ધનસમૃદ્ધિ માણસને બદલી નથી નાખતી, પણ માણસનું અસલ સ્વરૂપ પ્રગટ કરી દે છે.
–થોમસ પેઈન - ભૂલોને આવતી રોકવા બધાં બારણાં બંધ કરી દેશો તો પછી સત્ય ક્યાં થઈને આવશે ?
–રવીન્દ્રનાથ ટાગોર - હું ભવિષ્યનો વિચાર કરતો નથી, કારણ હું વિચાર કરું એ પહેલાં તો એ આવી જાય છે.
–આલબર્ટ આઈન્સ્ટાઈન - જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે. દોરો પરોવેલી સોય ખોવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલા પડાતું નથી.
–શ્રીમદ્ રાજચંદ્ર - આ દુનિયામાં ઘણી સહેલાઈથી છેતરી શકાય તેવી વ્યક્તિ જો કોઈ હોય તો તે આપણી જાત છે.
–લાઈટૉન - દાન આપતી વખતે હાથમાં શું હતું એ નહિ, પણ દિલમાં શું હતું એ જોવાનું છે.
–ફાધર વાલેસ - આ જગતમાં પરોપકાર સિવાય કોઈ ધર્મ નથી અને બીજાને દુ:ખ આપવા સમાન કોઈ પાપ નથી.
–સંત તુલસીદાસ - બે ધર્મો વચ્ચે કદી પણ ઝઘડો થતો નથી, જે ઝઘડો થાય છે તે બે અધર્મો વચ્ચે થાય છે.
–વિનોબાજી - વગર લેવેદેવે કોઈને કાંઈ સૂચન કરવું કે કોઈને સુધારવા મંડી પડવું એ અહંકારની પેદાશ છે.
–શ્રી મોટા - જીભ એ બુદ્ધિના ખજાનાની ચાવી છે. ચાવી લગાડી ખજાનો ઉઘાડો નહિ ત્યાં લગી કેમ ખબર પડે કે અંદર શું છે ?
–શેખ સાદી - મિત્ર પાસેથી ઉધાર પૈસા લેતા પહેલાં એ વિચારો કે તમને બંનેમાંથી કોની જરૂરિયાત વધારે છે ?
–ગોનેજ - આત્મવિશ્વાસ જ અદ્દભુત, અદશ્ય અને અનુપમ શક્તિ છે જેને આધારે જ તમે તમારા ધ્યેય તરફ આગળ વધો છો. તે જ તમારો આત્મા છે, તે જ તમારો પથદર્શક છે.
–સ્વેટ માર્ડન - જીવન શાંતિ માટે છે, જ્ઞાન માટે છે, પ્રકાશ માટે છે, સેવા અને સમર્પણ માટે છે.
–ધૂમકેતુ - કાંટાળી ડાળને ફૂલો જેમ સુંદર બનાવી શકે છે તેમ એક સંસ્કારી સ્ત્રી એક ગરીબ માણસના ઘરને સુંદર અને સ્વર્ગ જેવું બનાવી શકે છે.
–ગોલ્ડ સ્મિથ - ઘરનાં સભ્યોનો સ્નેહ ડૉકટરની દવા કરતાંય વધુ લાભદાયી હોય છે.
–પ્રેમચંદ - દરેક નવજાત શિશુ પૃથ્વી પર એવો સંદેશો લઈને આવે છે કે ભગવાને હજી માણસને વિશે આશા ખોઈ નથી.
–રવીન્દ્રનાથ - ચિંતા ચિતાથી પણ વધારે ખરાબ છે. કારણ કે ચિતા તો નિર્જીવ વસ્તુને બાળે છે પણ ચિંતા તો સજીવ શરીરને બાળે છે.
–રહીમ - ખરો વિદ્યાભ્યાસ એ જ છે કે જેના વડે આપણે આત્માને, પોતાની જાતને, ઈશ્વરને અને સત્યને ઓળખીએ.
–ગાંધીજી - જે મનુષ્ય ઘરને તીર્થ ન ગણે તે ગમે તેવા તીર્થમાં જાય તોય હૃદયથી ઠરે નહિ.
–કાંતિલાલ કાલાણી - મૌનના ફળરૂપે પ્રાર્થના અને પ્રાર્થનાનું ફ્ળ શ્રદ્ધા. શ્રદ્ધાનું ફળ પ્રેમ અને પ્રેમનું ફળ સેવા.
–મધર ટેરેસા - માણસની આંખ જીભ કરતાં અનેક વાર વધુ કહી આપે છે; અને સાચું કહી દે છે. એના સંદેશ વાંચતા શીખીએ.
–ફાધર વાલેસ - મનુષ્ય તો કેવળ વચન જ દઈ શકે છે. તે વચનને સફળ કરવું જેના હાથમાં છે તેના પર જ ભરોસો રાખવો સારો છે.
–રવીન્દ્રનાથ ટાગોર - તારું જો કશું યે ના હોય તો છોડીને આવતું, તારું જો બધુંયે હોય તો છોડી બતાવ તું !
–રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ - જીવન એક આરસી જેવું છે. તેના તરફ મલકશો તો મોહક લાગશે, તેની સામે ઘૂરકશો તો તે બેડોળ લાગશે.
–એડવિંગ ફોલિપ - કોઈની ટીકા કરીએ ત્યારે આપણી ઓછી અક્કલ કે અજ્ઞાનતાનું માપ ન નીકળી આવે તેની ખાસ તકેદારી રાખવી જોઈએ.
–મોરારજી દેસાઈ - હિંમત એટલે શું ? એનો અર્થ એ કે પરિણામની પરવા કર્યા વિના તમે કાર્યસિદ્ધિ માટે મથ્યા રહો.
–ચાલટેન હેસ્ટન - માનવીની મહત્તા એમાં નથી કે તે શું છે, બલકે તેમાં છે કે તે શું બની શકે તેમ છે.
–ડૉ. રાઘાકૃષ્ણન - વિશ્વાસ એવી શક્તિ છે જે માનવીને જીવિત રાખે છે. વિશ્વાસનો અભાવ જ જીવનનું અવસાન છે.
–વિલિયમ જેમ્સ - દુ:ખ અને મુશ્કેલી એ માનવીને શિક્ષણ આપતા બે શ્રેષ્ઠ ગુણ છે. જે માનવી સાહસ સાથે એને સહન કરે છે એ પોતાના જીવનમાં સફળતા મેળવે છે.
–લોકમાન્ય ટિળક - દરેક બીજ એ ખેડૂતને મન ધાન્યભંડાર છે, તેમ દરેક પળ એ જ્ઞાનીને મન જ્ઞાનભંડાર છે. જે પળ આપે તે કોઈ ન આપે.
–ધૂમકેતુ - આપણે જેમને સહુથી વધુ ચાહીએ છીએ તેમનામાં જ આપણને વધુ દુ:ખ આપવાની શક્તિ રહેલી હોય છે.
–જોન ફ્લેયર - જેવી રીતે સ્વચ્છ દર્પણમાં મુખ ચોખ્ખું દેખાય છે એવી જ રીતે શુદ્ધ મનમાં જ્ઞાન પ્રગટ થાય છે.
–શંકરાચાર્ય - જીવન ટૂંકું છે અને જંજાળ લાંબી છે. જંજાળ ટૂંકી હશે તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે.
–શ્રીમદ્ રાજચંદ્ર - ઉત્તમ વસ્તુની ઉત્પત્તિ ઉચ્ચ સ્થાનોમાંથી જ થાય છે. ચંચળ ને ચમકતી વીજળીની ઉત્પતિ પણ ધરતીના તળિયેથી થોડી થાય છે ?
–કવિ કાલિદાસ - જે આનંદ આપણે મેળવીએ છીએ તેનો થાક લાગે છે, પરંતુ જે આનંદ આપણે બીજાને આપીએ છીએ તેનો થાક લાગતો નથી.
–આરિફશા - એક મનુષ્ય બીજાના મનની વાત જાણી શકે છે તો માત્ર સહાનુભૂતિથી અને પ્રેમથી; ઉંમર અને બુદ્ધિથી નહીં.
–શરત્ચંદ્ર - સુખ પતંગિયા જેવું ક્ષણિક છે એની પાછળ પડો એટલું વધારે દોડાવે; પણ જો તમારું ધ્યાન બીજી બાબતોમાં પરોવશો તો આવીને હળવેથી તમારા ખભા પર બેસી જશે.
–કવિ કલાપી - એવું કોઈ પણ માણસ જગતમાં જન્મ પામતું નથી કે જેને માટે કોઈ પણ કામ નિર્માણ ન થયું હોય.
–લોવેલ - સમર્થ માટે કોઈ વસ્તુ ભારે નથી, વ્યવસાયીને કોઈ પ્રદેશ દૂર નથી, સુવિધાવાનો માટે કોઈ વિદેશ નથી અને પ્રિય વાણી બોલનાર માટે કોઈ પરાયું નથી.
–ચાણક્ય - આપણી અડધી જિંદગી જૂની પેઢીને સમજવામાં જાય છે અને બાકીની અડધી નવી પેઢીને સમજવામાં જાય છે.
–અર્લ વિલ્સન - જો બીજાએ તમને ઈજા કરી હોય તો એ ભૂલી જજો, પણ તમે જો કોઈને ઈજા કરી હોય તો એ કદી ભૂલતા નહિ.
–ખલિલ જિબ્રાન - જો કોઈ ચીજ આપણી થઈને આપણી પાસે રહેતી હોય તો તે છે બીજાને આપણે જે આપ્યું છે તે.
–લૂઈ જિન્સબર્ગ - આક્રમણ કરવાવાળા શત્રુથી ન ડરો પણ જે તમારી ખુશામત કરે છે તેવા મિત્રથી ડરો.
–જનરલ એબ્રગોન - ભગવાને આપણને ઘણું સુખ આપ્યું છે. જે દુ:ખનો ઈલાજ નથી તે યાદ કરીને દુ:ખી થવા કરતાં ઈશ્વરે જે સુખ આપ્યું છે તે માટે તેનો પાડ માનીએ.
–સરદાર પટેલ - જીવન એક બાજી છે, જેમાં હારજીત આપણા હાથમાં નથી, પણ બાજી રમવી આપણા હાથમાં છે.
–જેરેમી ટેસર
Comments on: "સુવિચારો" (1)
[…] સુવિચારો […]