સંકટનાશનં ગણેશસ્તોત્રં
પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્ ।
ભક્તાવાસં સ્મરેનિત્યં આયુઃકામાર્થસિદ્ધયે ॥ ૧॥
પ્રથમં વક્રતુણ્ડં ચ એકદન્તં દ્વિતીયકમ્ ।
તૃતીયં કૃષ્ણપિઙ્ગાક્ષં ગજવક્ત્રં ચતુર્થકમ્ ॥ ૨॥
લમ્બોદરં પઞ્ચમં ચ ષષ્ઠં વિકટમેવ ચ ।
સપ્તમં વિઘ્નરાજેન્દ્રં ધૂમ્રવર્ણં તથાષ્ટમમ્ ॥ ૩॥
નવમં ભાલચન્દ્રં ચ દશમં તુ વિનાયકમ્ ।
એકાદશં ગણપતિં દ્વાદશં તુ ગજાનનમ્ ॥ ૪॥
દ્વાદશૈતાનિ નામાનિ ત્રિસંધ્યં યઃ પઠેન્નરઃ ।
ન ચ વિઘ્નભયં તસ્ય સર્વસિદ્ધિકરઃ પ્રભુઃ ॥ ૫॥
વિદ્યાર્થી લભતે વિદ્યાં ધનાર્થી લભતે ધનમ્ ।
પુત્રાર્થી લભતે પુત્રાન્મોક્ષાર્થી લભતે ગતિમ્ ॥ ૬॥
જપેદ્ગણપતિસ્તોત્રં ષડ્ભિર્માસૈઃ ફલં લભેત્ ।
સંવત્સરેણ સિદ્ધિં ચ લભતે નાત્ર સંશયઃ ॥ ૭॥
અષ્ટેભ્યો બ્રાહ્મણેભ્યશ્ચ લિખિત્વા યઃ સમર્પયેત્ ।
તસ્ય વિદ્યા ભવેત્સર્વા ગણેશસ્ય પ્રસાદતઃ ॥ ૮॥
॥ ઇતિ શ્રીનારદપુરાણે સંકટનાશનં ગણેશસ્તોત્રં સંપૂર્ણમ્ ॥
******************************************
દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રમ્
सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम्।
उज्जयिन्यां महाकालमोङ्कारममलेश्वरम् ॥ १॥
સૌરાષ્ટ્રમાં સોમનાથ અને શ્રીશૈલ પર મલ્લિકાર્જુન, ઉજ્જૈનમાં મહાકાલ, ઓંકારેશ્વર, અમલેશ્વર…
परल्यां वैद्यनाथं च डाकिन्यां भीमशङ्करम्।
सेतुबन्धे तु रामेशं नागेशं दारुकावने ॥ २॥
પરલીમાં વૈદ્યનાથ અને ડાકિનીમાં ભીમશંકર, સેતુબંધમાં રામેશ્વર, દારુકાવનમાં નાગેશ્વર…
वाराणस्यां तु विश्वेशं त्र्यम्बकं गौतमीतटे।
हिमालये तु केदारं घुश्मेशं च शिवालये ॥ ३॥
વારાણસીમાં વિશ્વેશ્વર, ગૌતમીના તટ પર ત્ર્યંબકેશ્વર, હિમાલયમાં કેદારેશ્વર, શિવાલયમાં ઘુષ્ણેશ્વર…
एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रात: पठेन्नर:।
सप्तजन्मकृतं पापं स्मरणेन विनश्यति ॥ ४॥
જે કોઈ પણ મનુષ્ય પ્રતિદિન પ્રભાત અને સાયંકાલમાં આ બાર જ્યોતિર્લિંગના નામનો પાઠ કરે છે, તો આ લિંગોના સ્મરણ માત્રથી સાત જન્મોમાં કરેલ પાપ નષ્ટ થઈ જાય છે.
॥ इति द्वादशज्योतिर्लिङ्गस्मरणं सम्पूर्णम् ॥
******************************************
ઓમ્ જય જગદીશ હરે
ओम् जय जगदीश हरे, स्वामी जय जगदीश हरे ।
भक्त जनों के संकट, क्षण में दूर करे ॥ ओम् जय …
ભાવાર્થ – હે ઓંકાર ! હે જગતના સ્વામી તથા પરમેશ્વર ! હે હરિ ! આપની જય હો, જય હો. આપ આપના ભક્તોની પીડા ક્ષણભરમાં દૂર કરી દો છો.
जो ध्यावे फल पावे, दुःख बिनसे मन का, स्वामी …
सुख-सम्पति घर आवे, कष्ट मिटे तन का ॥ ओम् जय …
ભાવાર્થ – જે આપનું ધ્યાન કરે છે તેને વરદાન સ્વરૂપે ફળ મળે છે. તેના મનના બધા દુઃખ સમાપ્ત થઇ જાય છે. ઘરમાં સુખથી સાથે સમૃદ્ધિ આવે છે અને શરીરના બધા કષ્ટ મટી જાય છે.
मात-पिता तुम मेरे, शरण गहूँ मैं किसकी, स्वामी …
तुम बिन और न दूजा, आस करूँ मैं जिसकी ॥ ओम् जय …
ભાવાર્થ – કેમ કે તમે જ મારા માતા-પિતા છો, તેથી હું બીજા કોની શરણમાં જાઉં? આપની સિવાય મારું બીજું કોઇ નથી જેના ઉપર હું શ્રદ્ધા રાખી શકું.
तुम पूरन परमात्मा, तुम अन्तर्यामी, स्वामी …
पारब्रह्म परमेश्वर, तुम सबके स्वामी ॥ ओम् जय …
ભાવાર્થ – તમે જ પૂર્ણ પરમાત્મા છો અને અંતર્યામી પણ; તમે જ પરમેશ્વર છો અને તમે જ આ સંપૂર્ણ જગતના સ્વામી પણ.
तुम करुणा के सागर, तुम पालन-कर्ता, स्वामी …
मैं मूरख, खल, कामी, कृपा करो भर्ता ॥ ओम् जय …
ભાવાર્થ – તમે દયાના સાગર અને વિશ્વના પાલનકર્તા છો. હે સ્વામી ! હું મૂર્ખ, દુષ્ટ અને કામી છું; તમે જ મારા પર કૃપા કરો.
तुम हो एक अगोचर, सब के प्राणपति, स्वामी …
किस विधि मिलूँ दयामय, तुमको मैं कुमति ॥ ओम् जय …
ભાવાર્થ – હે બધા પ્રાણીઓના સ્વામી ! આપ અલૌકિક છો. મારા જેવો બુદ્ધિહીન વ્યક્તિ આપ દયાનિધિ સાથે કઇ રીતે મળે?
दीन-बन्धु दुःखहर्ता, तुम रक्षक मेरे, स्वामी …
अपने हाथ उठाओ, द्वार पड़ा मैं तेरे ॥ ओम् जय …
ભાવાર્થ – તમે દીન-દુઃખીઓના સહાયક છો. તેમના દુઃખોને હરનાર છો અને મારું રક્ષણ કરનાર પણ છો. હું તમારા દ્વારે આવ્યો છું, હે પરમપિતા ! મને આશીર્વાદ આપો.
विषय-विकार मिटाओ, पाप हरो देवा, स्वामी …
श्रद्धा-भक्ति बढ़ाओ, संतन की सेवा ॥ ओम् जय …
ભાવાર્થ – હે પ્રભુ ! તમે મારા ભૌતિક તેમજ માનસિક દુઃખોને મિટાવી મને પાપ મુક્ત કરો અને મારી શ્રદ્ધા-ભક્તિને એટલી વધારો કે હું સંતોની સેવા કરી શકું.
तन, मन, धन जो कुछ, सब ही है तेरा, स्वामी …
तेरा तुजको अर्पण, क्या लागे मेरा ॥ ओम् जय …
ભાવાર્થ – હે પ્રભુ ! મારી પાસે તન, મન, ધન આદિ જે કઇ પણ છે તે બધું તમારું જ છે. હું શ્રદ્ધા સાથે આપને સમર્પિત કરું છું.
******************************************
મધુરાષ્ટકમ્
અધરં મધુરં વદનં મધુરં
નયનં મધુરં હસિતં મધુરમ્ ।
હૃદયં મધુરં ગમનં મધુરં
મધુરાધિપતેરખિલં મધુરમ્ ॥ ૧॥
તેમની અધર (ઓષ્ઠ) મધુર છે, મુખ મધુર છે, નયન મધુર છે, હાસ્ય મધુર છે, હ્રદય મધુર છે, ગતિ મધુર છે, મધુરાધિપતિનું સર્વસ્વ મધુર છે.
વચનં મધુરં ચરિતં મધુરં વસનં મધુરં વલિતં મધુરમ્ ।
ચલિતં મધુરં ભ્રમિતં મધુરં મધુરાધિપતેરખિલં મધુરમ્ ॥ ૨॥
તેમનું બોલવું મધુર છે, ચરિત્ર મધુર છે, વસ્ત્ર મધુર છે, અંગનો મરોડ મધુર છે, ચાલ મધુર છે, ભ્રમણ મધુર છે, મધુરાધિપતિનું સર્વસ્વ મધુર છે.
વેણુર્મધુરો રેણુર્મધુરઃ પાણિર્મધુરઃ પાદૌ મધુરૌ ।
નૃત્યં મધુરં સખ્યં મધુરં મધુરાધિપતેરખિલં મધુરમ્ ॥ ૩॥
તેમની વેણુ મધુર છે, ચરણ રજ મધુર છે, હાથ મધુર છે, પગ મધુર છે, નૃત્ય મધુર છે, સખ્ય (મૈત્રી) મધુર છે, મધિરાધિપતિનું સર્વસ્વ મધુર છે.
ગીતં મધુરં પીતં મધુરં ભુક્તં મધુરં સુપ્તં મધુરમ્ ।
રૂપં મધુરં તિલકં મધુરં મધુરધિપતેરખિલં મધુરમ્ ॥ ૪॥
તેમનું ગાન મધુર છે, પાન મધુર છે, ભોજન મધુર છે, શયન મધુર છે, રૂપ મધુર છે, તિલક મધુર છે, મધુરાધિપતિનું સર્વસ્વ મધુર છે.
કરણં મધુરં તરણં મધુરં હરણં મધુરં રમણં મધુરમ્ ।
વમિતં મધુરં શમિતં મધુરં મધુરધિપતેરખિલં મધુરમ્ ॥ ૫॥
તેમનું કાર્ય મધુર છે, તરવું મધુર છે, હરવું મધુર છે, સ્મરણ મધુર છે, ઉદગાર મધુર છે, શાંતિ મધુર છે, મધુરાધિપતિનું સર્વસ્વ મધુર છે.
ગુઞ્જા મધુરા માલા મધુરા યમુના મધુરા વીચી મધુરા ।
સલિલં મધુરં કમલં મધુરં મધુરધિપતેરખિલં મધુરમ્ ॥ ૬॥
તેમની ગુંજા મધુર છે, માળા મધુર છે, યમુના મધુર છે, તેના તરંગો મધુર છે, તેના જળથી ભીની થયેલા માટી મધુર છે, કમળ મધુર છે, મધુરાધિપતિનું સર્વસ્વ મધુર છે.
ગોપી મધુરા લીલા મધુરા યુક્તં મધુરં મુક્તં મધુરમ્ ।
દૃષ્ટં મધુરં શિષ્ટં મધુરં મધુરધિપતેરખિલં મધુરમ્ ॥ ૭॥
ગોપીઓ મધુર છે, એમની લીલા મધુર છે, સંયોગ મધુર છે, ભોગ મધુર છે, નિરીક્ષણ મધુર છે, શિષ્ટાચાર મધુર છે, મધુરાધિપતિનું સર્વસ્વ મધુર છે.
ગોપા મધુરા ગાવો મધુરા યષ્ટિર્મધુરા સૃષ્ટિર્મધુરા ।
દલિતં મધુરં ફલિતં મધુરં મધુરધિપતેરખિલં મધુરમ્ ॥ ૮॥
ગોવાળ મધુર છે, ગાયો મધુર છે, લાકડી મધુર છે, સૃષ્ટિ મધુર છે, દલન મધુર છે, ફળ મધુર છે, મધુરાધિપતિનું સર્વસ્વ મધુર છે.
॥ ઇતિ શ્રીમદ્વલ્લભાચાર્યવિરચિતં મધુરાષ્ટકં સમ્પૂર્ણમ્ ॥
******************************************
સંકટમોચન હનુમાન અષ્ટક
बाल समय रवि भक्ष लियो तब, तीनहुं लोक भयो अँधियारो ।
ताहि सों त्रास भयो जग को, यह संकट काहु सों जात न टारो ।।
देवन आनि करी विनती तब, छांड़ि दियो रवि कष्ट निहारो ।
को नहिं जानत है जग में कपि, संकटमोचन नाम तिहारो ।। १ ।।
[ભાવાર્થ] – હે હનુમાનજી ! બાળપણમાં આપે સૂર્યને મોહમાં રાખી લીધો હતો જેનાથી ત્રણે લોકમાં અંધારુ છવાય ગયું હતું. આ સંપૂર્ણ સંસાર પર વિપત્તિ છવાય ગઈ હતી. પરંતુ આ સંકટને કોઈ પણ દૂર નહીં કરી શક્યું. જ્યારે સમસ્ત દેવતાઓએ આવીને આપની સમક્ષ વિનંતી કરી ત્યારે આપે સૂર્યને મુક્ત કર્યો. આ પ્રકારે સંકટ દૂર થયો. હે કપિ હનુમાનજી ! સંસારમાં એવું કોણ છે જે આપનું સંકટમોચન નામ નથી જાણતું.
बालि की त्रास कपीस बसै गिरि, जात महाप्रभु पंथ निहारो ।।
चौंकि महामुनि शाप दियो तब, चाहिये कौन विचार विचारो ।
कै द्घिज रुप लिवाय महाप्रभु, सो तुम दास के शोक निवारो ।
को नहिं जानत है जग में कपि, संकटमोचन नाम तिहारो ।। २ ।।
[ભાવાર્થ] – અગ્રજ બાલિના ભયથી મહારાજ સુગ્રીવ કિષ્કિંધા પર્વત પર રહેતા હતા. જ્યારે શ્રીરામ લક્ષ્મણજી સહિત ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એમણે તમારા વિશે ભાર જાણવા માટે (ભાર કાઢવાં) મોકલ્યાં. ત્યારે આપે બ્રાહ્મણનું રૂપ ધારણ કરી શ્રી રામચન્દ્રજી સાથે ભેટ કરી અને એમને આપની સાથે લઈ આવ્યાં અને આપે મહારાજ સુગ્રીવના કષ્ટોનું નિવારણ કર્યું. હે હનુમાનજી ! સંસારમાં એવું કોણ છે જે આપનું સંકટમોચન નામ નથી જાણતું.
अंगद के संग लेन गए सिय, खोज कपीस यह बैन उचारो ।
जीवत न बचिहों हम सों जु, बिना सुधि लाए इहां पगु धारो ।
हेरि थके तट सिंधु सबै तब, लाय सिया सुधि प्राण उबारो ।
को नहिं जानत है जग में कपि, संकटमोचन नाम तिहारो ।। ३ ।।
[ભાવાર્થ] – મહારાજ સુગ્રીવે સીતાજીની શોધ માટે અંગદજી સાથે વાનરોને મોકલતા સમયે કહી દીધું હતું કે જો સીતાજીની ખબર લગાવી નહીં આવ્યા તો મારી દેવામાં આવશે. જ્યારે બધા શોધી-શોધીને હારી ગયા ત્યારે આપ વિશાળ સમુદ્ર ઓળંગીને લંકા ગયા અને માતા સીતાને શોધી કાઠ્યા. જેથી બધાના પ્રાણ બચી ગયા. હે હનુમાનજી ! સંસારમાં એવું કોણ છે જે આપનું સંકટમોચન નામ નથી જાણતું.
रावण त्रास दई सिय को तब, राक्षसि सों कहि सोक निवारो ।
ताहि समय हनुमान महाप्रभु, जाय महा रजनीचर मारो ।
चाहत सीय अशोक सों आगि सु, दे प्रभु मुद्रिका सोक निवारो ।
को नहिं जानत है जग में कपि, संकटमोचन नाम तिहारो ।। ४ ।।
[ભાવાર્થ] – અશોક વાટિકામાં રાવણે સીતાજીને ભયભીત કર્યા‚ કષ્ટ આપ્યા અને બધી રાક્ષસિઓને કહ્યું કે તે સીતાજીને મનાવે‚ તો હે મહાવીર હનુમાનજી ! આપે ત્યાં પહોંચી રાક્ષસોનો સંહાર કર્યો. જ્યારે સીતાજીએ સ્વયંને ભષ્મ કરવા માટે અશોક વૃક્ષ પાસે અગ્નિની યાચના કરી‚ ત્યારે આપે અશોક વૃક્ષ ઉપરથી શ્રીરામજીની વીટી એમના ખોળામાં નાખી જેથી સીતાજીની ચિંતા દૂર થઈ ગઈ. હે હનુમાનજી ! સંસારમાં એવું કોણ છે જે આપનું સંકટમોચન નામ નથી જાણતું.
बाण लग्यो उर लक्ष्मण के तब, प्राण तजे सुत रावण मारो ।
लै गृह वैघ सुषेन समेत, तबै गिरि द्रोण सु-बीर उपारो ।
आनि संजीवनी हाथ दई तब, लक्ष्मण के तुम प्राण उबारो ।
को नहिं जानत है जग में कपि, संकटमोचन नाम तिहारो ।। ५ ।।
[ભાવાર્થ] – મેઘનાથે લક્ષ્મણજીની છાતીમાં બાણ મારી એમને મૂર્ચ્છિત કરી નાખ્યાં ત્યારે એમના પ્રાણ સંકટમાં પડી ગયાં. ત્યારે આપ વૈદ્ય સુષેણને ઘર સહિત ઉઠાવી લાવ્યાં અને દ્રોણાંચલ પર્વત સહિત સંજીવની બૂટી લાવ્યાં જેનાંથી લક્ષ્મણજીની પ્રાણ રક્ષા થઈ. હે હનુમાનજી ! સંસારમાં એવું કોણ છે જે આપનું સંકટમોચન નામ નથી જાણતું.
रावण युद्घ अजान कियो तब, नाग की फांस सबै सिरडारो ।
श्री रघुनाथ समेत सबै दल, मोह भयो यह संकट भारो ।
आनि खगेस तबै हनुमान जु, बन्धन काटि सुत्रास निवारो ।
को नहिं जानत है जग में कपि, संकटमोचन नाम तिहारो ।। ६ ।।
[ભાવાર્થ] – રાવણે ભીષણ યુદ્ધ કરતાં શ્રીરામ અને લક્ષ્મણ સહિત બધા વીર યોદ્ધાઓને નાગપાશમાં બાંધી દીધા. બધા વાનરદલમાં એ મોહ છવાય ગયો કે આ તો બહુ ભારી સંકટ આવી પડ્યો. હે હનુમાનજી ! એ સમયે આપે ગરુડજીને લાવીને નાગપાશના બંધન કાપી બધાને સંકટથી દૂર કર્યાં. હે હનુમાનજી ! સંસારમાં એવું કોણ છે જે આપનું સંકટમોચન નામ નથી જાણતું.
बन्धु समेत जबै अहिरावण, लै रघुनाथ पाताल सिधारो ।
देवहिं पूजि भली विधि सों बलि, देउ सबै मिलि मंत्र विचारो ।
जाय सहाय भयो तबही, अहिरावण सैन्य समैत संहारो ।
को नहिं जानत है जग में कपि, संकटमोचन नाम तिहारो ।। ७ ।।
[ભાવાર્થ] – જ્યારે અહિરાવણ શ્રીરામ અને લક્ષ્મણજીને ઉઠાવી પાતાળ લોકમાં લઈ ગયા અને એણે ભલી-ભાંતી દેવીની પૂજા કરી બધા સાથે મંત્રણા કરી આ નિશ્ચય કર્યો કે આ બન્ને ભાઈઓની બલી આપીશ‚ એ સમયે આપે ત્યાં પહોંચી શ્રીરામની સહાયતા કરી અને અહિરાવણનો એની સેના સહિત સંહાર કર્યો. હે હનુમાનજી ! સંસારમાં એવું કોણ છે જે આપનું સંકટમોચન નામ નથી જાણતું.
काज किये बड़ देवन के तुम, वीर महाप्रभु देखि विचारो ।
कौन सो संकट मोर गरीब को, जो तुमसो नहिं जात है टारो ।
बेगि हरौ हनुमान महाप्रभु, जो कछु संकट होय हमारो ।
को नहिं जानत है जग में कपि, संकटमोचन नाम तिहारो ।। ८ ।।
[ભાવાર્થ] – હે વીર મહાપ્રભુ ! આપે દેવોના મોટા-મોટા કાર્ય સવાર્યા છે. હવે આપ જુઓ અને વિચારો કે હું દીન-હીનના એવાં કેવાં સંકટ છે જેનું નિવારણ આપ નહીં કરી શકે. હે મહાવીર હનુમાનજી ! સંસારમાં એવું કોણ છે જે આપનું સંકટમોચન નામ નથી જાણતું.
।। दोहा ।।
लाल देह लाली लसे, अरु धरि लाल लंगूर ।
बज्र देह दानव दलन, जय जय जय कपि सूर ।।
इति गोस्वामि तुलसीदास कृत संकटमोचन हनुमानाष्टक सम्पूर्ण ॥
******************************************
ભગવાન શિવનું પ્રાતઃ સ્મરણ
प्रातः स्मरामि भवभीतिहरं सुरेशम्
गङ्गाधरं वृषभवाहनमम्बिकेशम् ।
खट्वाङ्गशूल वरदाभयहस्तमीशम्
संसाररोगहरमौषधमद्वितीयम् ॥ १ ॥
ભવભયને હરનારા, ગંગાને ધારણ કરનારા, વૃષભનું વાહન રાખનારા, અંબિકા (પાર્વતી) ના સ્વામી, ખાટલાનો પાયો, ત્રિશૂલ જેનાં વરદ અને અભય હાથમાં છે તેવાં, સંસારના રોગને હરી જનાર અમોઘ ઔષધ જેવાં, પરમેશ્વર દેવાધિદેવ મહાદેવનું હું પ્રભાતમાં સ્મરણ કરું છું.
प्रातर्नमामि गिरिशं गिरिजार्धदेहम्
सर्गस्थितिप्रलयकारणमादिदेवम् ।
विश्वेश्वरम् विजितविश्वमनोभिरामम्
संसाररोगहरमौषधमद्वितीयम् ॥ २ ॥
જેનાં અડધા દેહમાં ગિરિજા બિરાજે છે તેવાં અર્ધનારીશ્વર, ઉત્પત્તિ-સ્થિતિ અને લયના કારણરૂપ, આદિદેવ, વિશ્વેશ્વર, અખિલ વિશ્વના મનને મોહિત કરનાર અતિ મનોહર તથા સંસારરોગને મ્ટાડનાર અમોઘ ઔષધના જેવાં કૈલાસવાસી ભગવાન શંકરને હું પ્રભાતમાં નમું છું.
प्रातर्भजामि शिवमेकमनन्तमाद्यम्
वेदान्तवेद्यमनधं पुरुषं महान्तम् ।
नामादिभेदरहितं षड्भावशून्यम्
संसाररोगहरमौषधमद्वितीयम् ॥ ३ ॥
એક, અનંત અને આઘ એવાં, વેદાન્તવેધ, નિષ્પાપ, વિરાટ પુરુષ, નામ-રૂપ વગેરે ભેદોથી રહિત, છ પ્રકારના વિકારભાવ વિનાના તથા સંસારરોગને મટાડનાર અમોઘ ઔષધના જેવાં ભગવાન શંકરને હું પ્રભાતમાં ભજું છું.
प्रातः समुत्थाय शिवं विचिन्त्य
श्लोकत्रयं येऽनुदिनं पठन्ति ।
ते दुःखजातं बहुजन्मसञ्चितम्
हित्वा पदं याति तदेव शम्भोः ॥ ४ ॥
જે મનુષ્યો પ્રાતઃકાળે જાગીને, શિવનું ધ્યાન ધરીને આ ત્રણ શ્લોકોનો પ્રતિદિન પાઠ કરે છે તેઓ, અનેક જન્મોથી સંચિત કરેલાં દુઃખોના સમૂહને તજીને ભગવાન શંકરના તે પદને પામે છે.
करचरणकृतं वाक्कायजं कर्मजम् वा
श्रवणनयनजं वा मानसं वापराधम् ।
विहितमविहितं वा सर्वमेतत्क्षमस्व
जय जय करुणाब्धे श्री महादेव शम्भो ॥ ५ ॥
હાથ કે પગ વડે થતાં, વાણી કે કાયા વડે કરાતાં, ગત જન્મના કર્મોથી થયેલા, આંખ અથવા કાનથી થતા કે પછી મનમાં કરેલા, જાણતાં કે અજાણતાં મેં કરેલા કોઈ અપરાધ હોય, તે બધા હે કરુણાના સાગર મહાદેવ ! માફ કરજો. હે શંભુ ! આપનો જય થાઓ, જય થાઓ.
******************************************
Comments on: "સ્તોત્રમ્" (2)
khare khar maja nu sahitya mali jay chhe tamar blog mathi
mane khubaj gmyo tamaro blog
Thank You Jaydip….